ધોરણ-૧૦ અને ૧રની પૂરક પરીક્ષાઓ ર૩થી ર૮ ઓગસ્ટ દરમ્યાન લેવાશે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયો

અમદાવાદ, તા.રર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧રની પૂરક પરીક્ષાઓ આગામી ર૩થી ર૮ ઓગસ્ટ દરમ્યાન લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. બોર્ડની આ પૂરક પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે એક લાખ વિદ્યાર્થીઓ બેસનાર છે. પરીક્ષા અંગેનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. તા.રપ ઓગસ્ટના રોજ ધોરણ-૧૦માં ગુજરાતી (પ્રથમભાષા) તેમજ અન્ય પ્રથમભાષાનું પેપર લેવાશે જ્યારે ધોરણ-૧ર વિજ્ઞાનપ્રવાહમાં સવારના ગણિત અને બપોર બાદ જીવ વિજ્ઞાનનું પેપર લેવાશે. જ્યારે સામાન્ય પ્રવાહમાં એક વિષયની પૂરક પરીક્ષા તા.ર૩ ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષાની વધુ વિગતો કોષ્ટકમાં જોઈ શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts