ધોરાજીના તોરણિયા પાટિયા પાસે અકસ્માતમાં ડોક્ટર સહિત ૩નાં મોત

ધોરાજી, તા.૯

ધોરાજી-જૂનાગઢ રોડ તોરણિયાના પાટિયા નજીક કાર અને એસટી બસ અથડાતા કારમાં બેસેલા ડોક્ટર સાથે યુવક અને યુવતીના ઘટનાસ્થળે જ મોત અને કાર ચાલક ડૉ. સુરેશ વડાલિયાનું ગંભીર ઈજાથી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

જૂનાગઢ જામનગર રૂટની એસટી બસ ધોરાજી તરફ આવતી હતી ત્યારે ધોરાજી તાલુકાના તોરણિયાના પાટિયાથી નજીક ઈન્ડિકા કાર લઈને પાટણવાવ સરકારી હોસ્પિટલના ડોક્ટર સુરેશ વડાલિયા જૂનાગઢ તરફ જતા હતા એવા સમયમાં તેમણે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા એસટી બસ સાથે કાર ટકરાતા એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી અને કાર પણ રસ્તાથી ખાડામાં ઉતરી જતા ગંભીર અકસ્માતના બનાવમાં કારમાં બેસેલા એક યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ કારચાલક ડૉ. સુરેશ વડાલિયાને ગંભીર હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયું હતું. આ અંગે ધોરાજીના મહિલા પી.એસ.આઈ. નયનાબેન કદાવલા તેમજ ધોરાજી મામલતદાર કે.ટી. જોલાપરા તાતકાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માહિતી આપેલ કે, અકસ્માતમાં સેજલબેન ખીમજીભાઈ વેકરિયા (ઉ.વ.ર૪) જેમનું મૂળ ગામ ભેસાણ તાલુકાનું ગળથ હાલ મોટી મારડ ગામે હોસ્પિટલમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ચાર-પાંચ માસથી ફરજ બજાવે છે. તેમની સાથે તેમના કુટુંબી ભાઈ ધ્રુવ કારાભાઈ વેકરિયા (ઉ.વ.૧૪)નું ઘટનાસ્થળે મોત થયું હતું. ડૉ. સુરેશ વડાલિયાને ગંભીર ઈજા થતાં તેમને રાજકોટ રીફર કરાયા હતા. જેઓનો રસ્તામાં સારવાર મળે તે પહેલાં જ અવસાન થયું હતું જેથી મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો હતો જ્યારે એસટી બસની અંદર કંડક્ટર અનિરૂદ્ધસિંહ ચાવડા તેમજ અન્ય ત્રણથી ચાર મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે ટોટલ ર૪ મુસાફરોને ઈમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને ૧૦૮ મારફત ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉપરોક્ત બનાવ અંગે ધોરાજી પોલીસને ધોરાજી એસટી ડેપોના મેનેજર રાજેશ ઠુમ્મરે તાત્કાલિક જાણ કરતા પીએસઆઈ નયનાબેન કદાવલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks