ધોરાજી, તા.૧૮
આગામી તા.૨૧/૬/૧૮ના તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તા.૨૦/૬/૧૮ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંતઅધિકારી તુષાર જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત સભાગૃહ ખાતે યોજાશે. ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો કોંગ્રેસને જ્યારે માત્ર ૧ બેઠક ભાજપાને મળી હતી અને તાલુકા પંતાયત દ્વારા પર કોંગ્રેસનો પરછમ બેકરાયો હતો. પ્રથમ અઢી વર્ષે મહિલા અનામત હોવાથી પંચાયતના મહિલા પ્રમુખ તરીકે હંસાબેન રણછોડભાઈ ભૂવા અને ઉપપ્રમુખ તરીકે અમરબેન કરશનભાઈ હંબલની વરણી કરવામાં આવી હતી. કાળ તાલુકા પંચાયતના સંપૂર્ણ વર્ચશ્વ કોંગ્રેસ પક્ષનું રહેલું છે ત્યારે પ્રમુખ પદની ઉમેદવારીમાં સંભવિતોની યાદીમાં નિતાબેન રસીકભાઈ ચાવડા, ભાવેશભાઈ બાબરિયા, પ્રકાશભાઈ નારિયા, ચાંદનીબેન પરેશભાઈ વાછાણીની દાવેદારી નોંધાઈ તેવી સંભાવના બળવતર બની રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ અને સભ્યો દ્વારા કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાઈ છે તે જોવાનું રહ્યું.