(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.૨૮
ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાંં કોંગ્રેસને ૨૧ અને ભાજપને ૧૪ અને એક અપક્ષ સહિત કુલ ૩૬ સદસ્યો ચૂંટાયા હતા. જેમાં નગરપતિ તરીકે કોગ્રેસના ડી.એલ. ભાસાની વરણી થઈ હતી. બાદમાં સત્તાધારી કોગ્રેસ પક્ષના ૧૬ સદસ્યો દુરા અવિશ્વાસની દરખાસ્ત કરતા અને બાદમાં નગરપતિએ હાઈકોર્ટમાં સ્ટે. મેળવેલ હતો. સ્ટે. સામે ૧૬ સદસ્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે. હટાવવા અપીલ કરેલ જેમાં તારીખો બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૨૬/૦૭/૧૮ના રોજ જે ૧૬ સદસ્યોએ અરજી કરેલ હતી તે ફગાવી દઈ અને હાઈકોર્ટ પીટીશન દ્વારા કાયમી સ્ટે આપેલ હતો. હાઈકોર્ટના આ ચુકાદાના નગરપતિ ડી.એલ. ભાસાએ આવકારેલ હતો. આ તકે નગરપતિ ડી.એલ. ભાસાએ જણાવ્યું હતું કે, શહેરના રોડ-રસ્તા પાણી અને લાઈટ સહિતના વિકાસના કાર્યોને અગ્રતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. નગરપતિ ડી.એલ. ભાસાને કાયમી સ્ટે. મળતા ધોરાજીની બે પ્રખ્યાત દરગાહ હઝરત ખ્વાઝા મોહકમુદીન સૈરાની સાહેબ અને હઝરત લાઅલશાહ બાવાની દરગાહ ખાતે શીશ ઝુકાવી આશિર્વાદ લીધા હતા સાથે મુસ્લિમ નગરસેવક સૈયદ રફીકબાપુ કેરમવાળા, ઝબ્બારભાઈ નાલબંધ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.