ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા દોડી આવ્યા, મૈયત ધોળકા લવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું

ધોળકા, તા. ૨૩
ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ધોળકા ટાઉન પોલીસે જુગાર અંગે રેડ પાડી હતી. ૬ ઈસમોને રૂા.૪૫૦૦ની રોકડ રકમ સાથે પકડીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અચાનક એક આરોપી હબીબહુસેન મલેકને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મરણ ગયાનું જાહેર કરેલ. આ બનાવની જાણ થતાં મૃતકના સગા સંબંધીઓ સહિતના અનેક લોકો પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે ધોળકાનાં ડ્ઢઅજી પ્રકાશ પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. દરમિયાન હબીબહુસેન મલેકના મૃતદેહને ધોળકા સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં લોકોના ટોળાં ધોળકા સરકારી દવાખાનામાં ઉમટી પડ્યા હતા. જેને લઈને અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા જોતા અમદાવાદ (ગ્રામ્ય)ના ઇન્ચાર્જ જીઁ મેઘા તેવાર પણ ધોળકા દોડી આવ્યા હતા અને માહિતી મેળવી સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. ધોળકાના ડ્ઢઅજી પ્રકાશ પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે જીડ્ઢસ્ની હાજરીમાં ઈંકવેસ્ટ પંચનામાની કાર્યવાહી તથા પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન મૃતકનાં ભાઈ યાકુબે મીડિયાને જણાવ્યું હતું કે જુગાર અંગે પોલીસ મારા ભાઈને પકડી ગઈ હતી. તેના અડધા કલાક બાદ મને જાણવા મળ્યું હતું કે મારા ભાઈ હબીબની ડેડબોડી પાર્શ્વનાથ હોસ્પિટલમાં છે. દરમિયાન મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા મૃતક હબીબહુસેન મલેકના મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પી.એમ. કર્યા બાદ મૃતદેહને ધોળકા મૃતકના ઘરે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં લાવવામાં આવતા પરિવારજનો અને સગા સંબંધીઓનાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન થઈ ગયું છે. મૃતકને દફનવિધિ માટે ધોળકા બસ સ્ટેન્ડ સામે આવેલ ગરીબ મઝાર કબ્રસ્તાનમાં લઈ જવામાં આવેલ. પિતાની છત્રછાયા ગુમાવી દેતા ચાર બાળકો નોંધારા બની ગયા છે. ત્યારે મૃતકના ભાઈ યાકુબે બનાવનાં દિવસનાં તા. ૨૨ માર્ચના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન અને પાશ્વનાથ હોસ્પિટલના ઝ્રઝ્ર્‌ફ ચેક કરવાની માગણી કરી છે. તેણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં મારા ભાઈની તબિયત બગડી હતી તો તેને દવાખાને લઈ જવાની જવાબદારી પોલીસની હતી. તેના બદલે કોઈ અજાણ્યા ઈસમો મારા ભાઈની ડેડ બોડી પાશ્વનાથ હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા હતા. આ વ્યક્તિઓ કોણ હતા તેની પણ તપાસ થવી જોઈએ તેવી તેણે માગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts