ધો.૧૦નું પેપર વોટ્‌સએપ પર વાયરલ કરનારની જામીન અરજી સુપ્રીમે ફગાવી

(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૧૯
મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે તા.૨૪/૦૩/૨૦૧૭ ના રોજ અંગ્રેજી વિષયનું પેપર વોટ્‌સએપ પર વાયરલ થયા અંગે લુણાવાડા પો.સ્ટ. ફસ્ટ ગુ.ર.નં. ૩૪/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૨૦બી,૨૦૧,૪૦૯,૧૧૪ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ઇ), ૭૨ મુજબનો ગુન્હો દાખલ થયો હતો.
આ ગુન્હાના કામે તપાસ કરી ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને અટક કરવામાં આવેલ બાદ આરોપીઓને સેસન્સ કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત કરેલ. જેથી ફરીયાદીએ આરોપીઓ વિરુધ્ધ જામીન રદ કરવા નામદાર હાઇકોર્ટમાં અપીલ દાખલ કરેલ. જે અપીલમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીઓના જામીન નામંજુર કરેલ જે બાબતે આરોપીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલ પરંતુ ગુન્હાની ગંભીરતા તેમજ પુરાવાઓ જોતાં સુપ્રિમ કોર્ટ દ્વારા આરોપીઓની અરજી નામંજુર કરવામાં આવેલ અને આરોપીઓને જેલ કસ્ટડીમાં લેવા હુકમ કરતાં જામીન ઉપર મુક્ત થયેલ આરોપીઓ પૈકી રમણભાઇ ધુળાભાઇ પ્રજાપતિ રહે.અષ્ટ વિનાયક સોસાયટી ઝાલોદ, જી.દાહોદનાઓને કોર્ટના વોરંટ આધારે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks