ધ્યાન પર નહીં આવેલ એક હકીકત : ભારતના સૌથી મોટા NGO એવા RSSને વિદેશી નાણા ભંડોળ પણ મળે છે

૨૦૦૨માં અમેરિકન સ્થિત ચેરિટી ભારતમાં કઇ રીતે સંઘની વિવિધ સંસ્થાઓને નાણાં ભંડોળ પહોંચાડે છે તેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો

(એજન્સી) તા.૨૧
છેલ્લા કેટલાક દિવસથી એનજીઓના કહેવાતાં દુષ્કૃત્યો પર ટીવી સ્ટુડિયો અને સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા અને વાદવિવાદ પ્રવર્તે છે. આ તોફાનની શરૂઆત એક એવા અહેવાલથી થઇ હતી કે ૨૧ પાનાના ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિદેશી સહાયિત બિનસરકારી સંગઠનો એટલે કે એનજીઓ આર્થિક વિકાસને નકારાત્મક તરીકે પ્રભાવિત કરી રહ્યાં છે. અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ અંગે એક સિરીઝ શરૂ કરવામાં આવી છે. આ સિરીઝમાં તમામ એનજીઓ સામે ભારે વિરોધ થઇ રહ્યો છે અને ટ્‌વીટર પર તેની સખત શબ્દોમાં ઝાટકણી પણ કાઢવામાં આવી રહી છે. ટ્રોલ્સ અને આલોચકો એ વાત ભૂલી જાય છે કે મહિલા સંગઠન સેવા અને બાળકને સહાય પૂરી પાડતું એનજીઓ ચાઇલ્ડ લાઇન દ્વારા પરિવર્તનની ભૂમિકા ભજવવામાં આવી છે. આ બાબતમાં બીજી વિડંબના એ છે કે તાજેતરમાં જે રીતે એનજીઓ ફૂટી નીકળ્યાં છે તે નવઉદારવાદી ફિલોસોફીનું પરિણામ છે જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાગણીસભર હિમાયત કરી રહ્યાં છે. આ એનજીઓ અંગેના આ વિવાદ વમળો વચ્ચે એક હકીકત ધ્યાન બહાર એ ગઇ છે કે મોદીને વડા પ્રધાન તરીકે બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતના સૌથી મોટા એનજીઓ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પણ વિદેશી નાણા ભંડોળ સ્વીકારે છે. જેના ૨૫ લાખ જેટલા સભ્યો છે એવા આરએસએસે મોદીને ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી. આમ વિદેશ સહાયિત એનજીઓ અંગેની મોદીની ચિંતા દેખિતી રીતે આરએસએસ અંગે જણાતી નથી કે જેના તેઓ ૧૯૭૧થી સભ્ય છે. ૨૦૦૨માં ધ કેમ્પેન ટુ સ્ટોપ ફંડિંગ હેટ નામના એક ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ ‘ધ ફોરેન એક્ષચેન્જ હેટ : આઇડીઆરએફ એન્ડ ધી અમેરિકન ફંન્ડિંગ ઓફ હિંદુત્વ’માં અમેરિકાના મેરીલેન્ડ રાજ્ય સ્થિત ચેરિટી-‘ઇન્ડિયા ડેવલપમેન્ટ એન્ડ રિલીફ ફંડ’ ભારતમાં સંઘની સંસ્થાઓને કઇ રીતે નાણા ભંડોળ પૂરું પાડતું હતું તે દર્શાવવામાં આવેલ છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આઇડીઆરએફએ અહેવાલ પ્રસિદ્ધ થાય તે પહેલાં સાત વર્ષમાં સંઘની સંસ્થાઓને ૩૦ લાખ ડોલર કરતાં વધુ ભંડોળ મોકલેલ હતું. આમ જ્યારે હાલ એનજીઓ તપાસના દાયરામાં છે ત્યારે આરએસએસના ફંડીંગની સત્તાવાર તપાસ થાય એ પણ જરુરી છે.
(સૌ. : સ્ક્રોલ.ઈન)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks