નડિયાદ, તા.૨૦
નડિયાદ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને નડિયાદ શહેરના અગ્રણી એવા દિલીપભાઈ શેઠે(શાહ) આજે અગમ્ય કારણોસર ગુતાલ ખાતેના તેમના ફાર્મ હાઉસ પર પોતાના મસ્તકમાં ગોળી મારીને આત્મહત્યા કરતા ચકચાર મચી છે.
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ માં રહેતા અને પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપભાઈ શાહ આજે પોતાના ફોર્મ હાઉસ ખાતે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે જ પોતાના મસ્તકમાં ગોળી મારી દીધી હતી જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં દોડી ગઇ હતી તેમજ નાયબ પોલીસ અધીક્ષક પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ઘટનાસ્થળેથી તેમની રિવોલ્વર મળી આવી છે અને પોલીસે બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી છે. ચર્ચાતી વાતો મુજબ દિલીપસિંહ છેલ્લા છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતા જેથી તેમણે આ પગલું ભર્યું હોય હોઈ શકે.