નફરત ફેલાવવી : હિન્દુ યુવાવાહિનીએ યુપીના મદ્રેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી અંગે બડાઈ હાંકી

મુસ્લિમોને તેમની આસ્થા અને ઓળખના આધારે નિશાન બનાવવા એ મોદીના ભારતમાં હવે ‘ન્યુ નોર્મલ’ છે, એક X યુઝરે લખ્યું

(એજન્સી) તા.૨૦
હિન્દુ યુવા વાહિનીના એક વરિષ્ઠ નેતાનો વીડિયો સામે આવ્યા બાદ તેમની આકરી ટીકા થઈ રહી છે, જેમાં તેઓ મુસ્લિમો અને મદ્રેસાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે.
સંગઠનના રાજ્ય પ્રભારી રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ વીડિયોમાં મદ્રેસાઓ સામે બુલડોઝરની કાર્યવાહી વિશે વાત કરતા જોવા મળે છે. તેઓ કહે છે, ‘ત્યાં કંઈ જ બચવું ન જોઈએ. હુમલો કરવો, અતિક્રમણ કરવું અને કબજો જમાવવો એ મુસ્લિમોની આદત છે પરંતુ અમને પણ નાશ કરવાની આદત છે.’ તેમને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે, ‘અતિક્રમણ કરવું એ મુસ્લિમોની આદત છે; અને તોડી પાડવું એ અમારી આદત છે.’હિન્દુ યુવા વાહિની એ એપ્રિલ ૨૦૦૨માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રચાયેલું એક હિન્દુત્વવાદી યુવા સંગઠન છે. આ સંગઠન પર ગૌરક્ષાના નામે હિંસા, ‘લવ જેહાદ’ના કાવતરાના સિદ્ધાંત સાથે જોડાયેલી હિંસા અને હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગતો રહ્યો છે.પ્રતાપ સિંહની આ ટિપ્પણીઓએ એક આખા ધાર્મિક સમુદાયને જમીન પર અતિક્રમણ કરવાની સામૂહિક વૃત્તિ ધરાવતા હોવાનું ચિત્રિત કરવા અને ડિમોલિશનને યોગ્ય પ્રતિભાવ તરીકે રજૂ કરવાબદલ ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક યુઝરે લખ્યું, ‘મુસ્લિમો સામે નફરત ઓકવી અને તેમની આસ્થા અને ઓળખના આધારે તેમને નિશાનબનાવવા એ (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીના ભારતમાં હવે એક સામાન્ય બાબત (ન્યુ નોર્મલ) બની ગઈ છે.’આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ ધાર્મિક અને શૈક્ષણિક માળખાઓ સામે વારંવાર બુલડોઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. સિંહની ટિપ્પણીઓએ ખાસ ધ્યાન ખેંચ્યું છે કારણ કે, તે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના વ્યાપક મુકાબલાના ઉદાહરણ તરીકે મદ્રેસાને તોડી પાડવાનું આહ્‌વાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વીડિયો પોતે ચોક્કસ તારીખ અથવા સ્થાન સાબિત કરતો નથી કે જ્યાં સિંહે આ ટિપ્પણી કરી હતી અને નિવેદન પહેલાંના સંદર્ભની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.ઉત્તરપ્રદેશ વહીવટીતંત્ર દ્વારા સિદ્ધાર્થનગર જિલ્લાના પીપરા રામલાલ ગામમાં લગભગ ૬૦ વર્ષ જૂના મદરેસા અને મસ્જિદના એક ભાગને તોડી પાડ્યાના થોડા સમય બાદ જ આ ટિપ્પણીઓ આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બાંધકામો રમતગમતના મેદાન માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પર ઊભા હતા અને આ કાર્યવાહી કાનૂની પ્રક્રિયાઓને અનુસરીને કરવામાં આવી હતી. જો કે, સ્થાનિક રહેવાસીઓએ આ લાંબા સમયથી ચાલી આવતી સંસ્થાના ડિમોલિશન પર સવાલો ઉઠાવ્યા હતા. સિદ્ધાર્થનગર ડિમોલિશનમાં મદ્રેસાના અનેક ઓરડાઓ, એક હોલનો અમુક હિસ્સો, એક દુકાન અને મસ્જિદના એક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ આ મદ્રેસાની સ્થાપના ૧૯૬૮માં કરવામાં આવી હતી.આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સિંહની ટિપ્પણીઓ અંગે ઉત્તરપ્રદેશ સરકાર અથવા પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા તાત્કાલિક ઉપલબ્ધ થઈ શકી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks