‘નરમાશથી અરાજકતા ફેલાશે’ : ૧૨ વર્ષ પહેલાં સ્મશાનમાં દલિત મહિલા પર સામૂહિક બળાત્કાર કરવા બદલ ૪ને આજીવન કેદ

(એજન્સી) આગ્રા, તા.૧
અલીગઢની એક અદાલતે ૨૦૧૪માં સ્મશાનમાં ૨૧ વર્ષીય દલિત મહિલા પર સામૂહિક બળાત્કાર કરવા બદલ ચાર પુરૂષોને સખત આજીવન કેદની સજા ફટકારી છે. અદાલતે દરેક દોષિત પર ૬૩,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આવા કેસોમાં નરમાશ દાખવવા સામે ચેતવણી આપતા વિશેષ અદાલત (SC/ST  એક્ટ)ના ન્યાયાધીશ પ્રતિભા સક્સેનાએ અવલોકન કર્યુંઃ ‘જો નરમાશભર્યું વલણ અપનાવવામાં આવે, તો સમાજમાં અરાજકતાની સ્થિતિ સર્જાશે અને સામૂહિક બળાત્કાર જેવા ઘૃણાસ્પદ ગુનાઓમાં સામેલ ગુનેગારોના મનોબળને મજબૂતી મળશે. ઉપરાંત મહિલાઓ માત્ર અસુરક્ષિત જ અનુભવશે નહીં પરંતુ ન્યાયિક પ્રક્રિયા પરનો તેમનો વિશ્વાસ પણ ડગી જશે.’ વિશેષ સરકારી વકીલ ચમન પ્રકાશે જણાવ્યું હતું કે, ‘નરમાશ માટે બચાવ પક્ષની અરજીને ફગાવી દેતા ન્યાયાધીશે વધુમાં અવલોકન કર્યું હતું કે, આ ગુનો ‘ગંભીર સ્વરૂપનો’ હતો કારણ કે, આરોપીઓએ અનુસૂચિત જાતિની એક યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો, તેમજ તેની સાથે મારપીટ કરી હતી અને જાતિસૂચક અપશબ્દો કહીને તેનું અપમાન કર્યું હતું.’ આ ગુનો ૨૦૧૪માં બન્યો હતો જ્યારે મહિલા છાણાં વીણવા ગઈ હતી. દોષિતોમાં મનીષ કુમાર (૩૪), સચિન (૩૦), અંજુ (૩૫) અને વિજય (૨૫)નો સમાવેશ થાય છે, જેઓ તમામ પીડિતાના ગામના જ રહેવાસી હતા. ટ્રાયલ દરમિયાન સરકારી પક્ષે પીડિતા અને તપાસ અધિકારી સહિત છ સાક્ષીઓની જુબાની લીધી હતી. આરોપીઓને IPCની કલમ ૩૭૬-ડી (સામૂહિક બળાત્કાર), ૩૨૩/૩૪ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), ૫૦૪ (ઈરાદાપૂર્વક અપમાન કરવું) અને SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks