“નહીંતર બધું દોઝખ બની જશે”; જો શનિવાર સુધીમાં ઇઝરાયેલી બંધકોમાંથી તમામની મુક્તિ કરવામાં ન આવે તો ખરાબ પરિણામની ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

સાત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લડાકુ સંગઠન હમાસ દ્વારા ૨૫૧ જેટલા ઇઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા હતા, હજુ ૭૩ એમના કબજામાં છે

(એજન્સી)                      વોશિંગ્ટન, તા.૧૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શનિવારે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં હમાસ દ્વારા તમામ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ભયાનક પરિણામો ભોગવવા પડશે અને બધું નર્ક બની જશે. અમેરિકા પ્રમુખે એક પ્રશ્નના જવાબમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું શું કહેવા માગું છું એ હમાસ બરાબર સમજી જશે અને તેને ખબર પડી જશે હું શું કહેવા માગું છું. 
ગત સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લડાકુ સંગઠન હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે ૨૫૧ જેટલા ઇઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. ૭૩ ઇઝરાયેલી હજુ હમાસના કબજામાં છે અને અન્ય ૩૪ માર્યા ગયા હોવાનું ખુદ ઇઝરાયેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. છ સપ્તાહના યુદ્ધ વિરામ માટે સમજૂતી અનુસાર બંને પક્ષોથી તેમના બંધકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લે ૧૮૩ પેલેસ્ટીની કેદીઓની મુક્તિના બદલામાં હમાસ દ્વારા કેટલા ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. એમની સ્થિતિ ઇઝરાયેલે ખૂબ જ આઘાતજનક ગણાવી હતી. હા ઇઝરાયેલી બંધકોની હાલત જર્મની સમયના નરસંહારમાંથી બચીને બહાર આવેલા નાગરિકો જેવી થઈ ગઈ હોવાનું ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એ પછી અમેરિકા પ્રમુખે હમાસને શનિવાર સુધીનું આખરીનામું આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો શનિવારે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં તમામ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ભયાનક પરિણામોનો સામનો કરવાનો રહેશે. એક એક કરીને નહીં કે બે ત્રણ ત્રણ કરીને નહીં પરંતુ બધાને સાથે જ છોડવાના રહેશે. હું ઈઝરાયેલ તરફથી નહીં પણ મારા તરફથી બોલી રહ્યો છું અને જો બપોરે શનિવારે ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં એ બધા અહીં નહીં આવી જાય તો બધું નર્ક બની જશે.  અગાઉ ઇજિપ્ત અને જોર્ડન તથા સઉદી અરેબિયા સહિતના અરબ દેશો પેલેસ્ટીની નાગરિકોને ગાઝા પટ્ટી વિસ્તારમાંથી હાંકી કાઢવાની ટ્રમ્પની યોજનાનો ઇન્કાર કરી ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks