રાજપીપળા, તા.પ
નાંદોદ તાલુકાના કુમસગામના લોકો ગતરોજ સિસોદરા ગામની નદીમાં ગતરોજ ગણપતિ વિસર્જન કરવા જઈ રહ્યા હતા.દરમિયાન એ વરઘોડો નવાપરા ગામે પહોચતા ત્યાંના ૧૪ યુવાનોએ વરઘોડામાં નાચતી મહિલાઓની છેડતી કરતાં કુમસગામના લોકોએ તેમને ટોકતા નવપરાના યુવાનોએ તેમની પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું તથા અન્ય ૭ યુવાનો ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.આ મામલે આમામલે પોલીસે નવાપરા(નિકોલી) ગામના ૧૪ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના કુમસગામના લોકો ટ્રેકટર અને પોતાના વાહનો લઈને ગતરોજ ડીજે ના તાલે પોતાના વિસ્તારના ગણપતિના વિસર્જન અર્થે નજીકના સિસોદરા ગામના નદી કિનારે જઈ રહ્યા હતા.દરમિયાન એ વરઘોડો રસ્તામાં આવતા નવાપરા(નિકોલી) ગામે પહોચતા ત્યાં ઉભેલા ૧૪ લોકોએ વરઘોડામાં નાચતી મહિલાઓની છેડતી કરી હતી. બાદ કુમસ ગામના લોકોએ આમ ન કરવા એમને ટોક્યા હતા. ત્યારે એ ૧૪ યુવાનોએ એમની પર ધારિયું, કુહાડી સહિતના ઘાતક હથિયારોથી અચાનક હુમલો કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેમાં ૮ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.બાદ એમને લોહોથી લથપથ હાલતમાં ૧૦૮ ઇમરજન્સી વાન દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાંથી ત્રણ યુવાનોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.દરમિયાન રસ્તામાં એક યુવાનનું કરુણ મોત થયું હતું.જયારે અન્ય ૨ યુવાનો હાલ ગંભીર હાલતમાં વડોદરા અને ૫ યુવાનો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ મામલે આમલેથા પોલીસે ૧૪ યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમલેથા પીએસઆઇની સમય સૂચકતાએ એક નો જીવ બચ્યો.
ઈંઆ બનાવમાં કિરણ.સોમસુંગ.વસાવા અને વિક્રમ.સોમસુંગ વસાવાને આરોપીઓ મારતા મારતા અવાવરું જગ્યાએ લઇ ગયા હતા.આ બાબતની આમલેથા પીએસઆઇ એ.ડી.મહંતને ખબર પડતા તેઓ તુરંત ત્યાં પહોંચી બંને ભાઈઓને લોહીથી લથપથ હાલતમાં પોતાની પ્રાયવેટ ગાડીમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.જેમાંથી કિરણનું મોત થયું હતું જયારે વિક્રમ હાલ સારવાર હેઠળ છે.આમ આમલેથા પીએસઆઇની સમય સૂચકતાએ એક નો જીવ બચ્યો હતો.
કોની પર ગુનો નોંધાયો.
ઈં (૧) દિવ્યેશ માનસિંગ વસાવા (૨) કિરીટ લક્ષ્મણ વસાવા (૩)કાળો (૪) જયેશ અનુજી વસાવા (૫) આશિષ પારસિંગ વસાવા (૬) નરેશ ઉર્ફે નિલેશ કનુ વસાવા (૭) ચિરાગ રાજીન વસાવા (૮) નરેન્દ્ર હરનિશ વસાવા (૯) હરનિશ માનસિંગ વસાવા (૧૦) કિશન અશોક વસાવા (૧૧) વિપુલ ભાવસિંગ વસાવા (૧૨) કિશન જશ વસાવા (૧૩) સચિન (૧૪) નિલેશ ભોગી વસાવા તમામ રહે.નવાપરા(નિકોલી)
આ ઘટનામાં બે ભાઈ માંથી એક ભાઈનું મોત
ઈંઆ બનાવમાં બે સાગા ભાઈયો પૈકી કિરણ સોમસુંગ વસાવાનું મોત થયું હતું.જયારે બીજો ભાઈ વિક્રમ સોમસુંગ વસાવા અને વિલેશ વસાવા હાલ વડોદરા ખાતે અને નરપત જીવન વસાવા,વિનોદ બચન વસાવા,રઘુવીર હસમુખ વસાવા,સાથિયા રડવા વસાવા હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.