નાગરિકોના મોતની અગાઉની તપાસો હજુ અધૂરી

(એજન્સી) શ્રીનગર, તા.૩૧
કાશ્મીર ખીણમાં વિવિધ મોતોની તપાસો અંગે ધિક્કાર અને અજંપાની લોકોમાં લાગણી છે. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે, અગાઉની તપાસો અધૂરી રહી અને કોઈ પરિણામો ન આવ્યા. હવે શોપિયાનના મોતની તપાસ પણ તે જ રીતે જ વીટો વળી જશે.
ઓગસ્ટ-ર૦૧૬માં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોતનો મુદ્દો ટોચ પર હતો. ત્યારે એક લેકચરરને તેના ઘરેથી ખેંચી લાવી સેના કેમ્પમાં ઢસડી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના પુલવામાના શાલી ગામમાં બની હતી. બીજા દિવસે શબ્બીર અહેમદ મંગુના મૃતદેહને પરિવારને સોંપાયો હતો. લેફ.જનરલ સતીષ કેદુઆએ મીડિયાને કહ્યું હતું કે આ ઘટના દુઃખદ છે. આ પેટ્રોલિંગ દરમિયાન બનેલી ઘટના છે પરંતુ ખાત્રી આપું છુું કે તેની તપાસ થશે. મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પણ તપાસનો હુકમ આપ્યો હતો. શબ્બીરના પરિવારજનોએ પણ રાષ્ટ્રીય રાઈફલના જવાનો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયું છે કે, સેનાના જવાનો અમારા ઘરમાં ઘૂસી ગયા અને બંદૂકની અણીએ પુત્ર શબ્બીરનું અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ સેના કેમ્પમાં ગંભીર ઈજાઓથી તેનું મોત થયું હતું જે સેના જવાબદાર છે. પોલીસ મથકના સ્ટેશન અધિકારી ઝહુર અહેમદે કહ્યું કે કેસને બંધ કરી દઈ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલાયો છે. કેન્દ્ર સરકારની સેનાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મંજૂરી જરૂરી છે તપાસની વિગતો જાહેર કરી ન હતી.
બડગામના ચતેર ગામમાં ૩ નવેમ્બર-૧૪ના રોજ સેનાના જવાનોએ બે યુવકોને ઠાર કર્યા હતા. જેઓ મારૂતિ કારમાં સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સેનાએ કરેલા ગોળીબારમાં ફૈઝલ યુસુફ ભટ અને મેહરાજઉદ્દીન દારના મોત થયા હતા. જ્યારે સાકીર ભાટ અને ઝાહીદ નકાશને ઈજાઓ થઈ હતી. મોહર્રમના ઝુલૂસને જોઈ તેઓ ઘરે જઈ રહ્યા હતા. આ મોત બાદ આઈજીપી મુનીરખાને કહ્યું કે, આ કેસમાં એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરાઈ છે. તે ઘટના અંગે પણ સેનાએ માફી માંગી હતી અને કોઈપણ દોષિતને સજા કરવાની વાત કરી હતી.
વ્યાપક વિરોધ પ્રદર્શનો પછી સેનાએ કબૂલ કર્યું કે ફાયરિંગ બનાવટી હતું. ૪ સેનાના જવાનો સામે કાર્યવાહી થઈ રહી છે. ર૦૧૪-ડિસેમ્બરમાં યુવાનોના મોત બાદ વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં કહ્યું હતું કે પહેલીવાર સેનાએ ભૂલ કરી બે નિર્દોષ યુવકોને ઠાર કર્યા છે. તેમની સામે કાર્યવાહી કરાશે. આ ૩૦ વર્ષમાં પહેલીવાર બન્યું. આ મોદી સરકારનો કમાલ છે. નેક ઈરાદાનો પુરાવો છે.
ચડુરા પોલીસ મથકે હજુ આ અંગે કોઈ એફઆઈઆર થઈ નથી. સ્થિતિ વિરોધાભાસી છે. તપાસ ચાલુ છે પૂરી થયા બાદ એફઆઈઆર થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks