નાગરિકોની હત્યા આગમાં ઘી હોમવાનું કાર્ય કરશે : કોંગ્રેસ

(એજન્સી) તા.ર
કાશ્મીરના દક્ષિણી જિલ્લાઓમાં અને અન્ય વિસ્તાોરમાં બગડતી જતી પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યકત કરતા જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોમવારે આતંકવાદ સંબંધિત પ્રવૃતિઓમાં થયેલા વધારાને ગંભીર ચિંતાની બાબત ગણાવી હતી. જે.કે.પી. સી.સી.ના પ્રવકતાએ તેના નિવેદનમાં એન્કાઉન્ટર દરમ્યાન થયેલા નાગરિકો અને સૈનિકોના મૃત્યુ અંગે ઉંડો શોક વ્યકત કર્યો હતો અને આ નુકસાનને અતિ પીડાદાયક અને કમનસીબ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શાંતિના વિશાળ હિતોમાં રકતપાત બંધ થવો જોઈએ. કોંગ્રેસ પ્રવકતાએ નાગરિકોના મૃત્યુની નિંદા કરી હતી અને સુરક્ષા દળોને આતંકવાદીઓ સામે કાર્યવાહી દરમ્યાન નિયંત્રણમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે નાગરિકોની હત્યા આગમાં વધારે ઘી હોવાનું કાર્ય કરશે. જે શાંતિ અને સ્થિરતાના હિતમાં નથી શાંતિ પ્રક્રિયા પર આની ખરાબ અસર પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts