નાગાલેન્ડમાં ચૂંટણી પહેલાં હિંસા, હુમલાખોરોએ ૬ કારને આગ ચાંપી

(એજન્સી) કોહિમા, તા.પ
નાગાલેન્ડના વોખા શહેરમાં ચૂંટણી પહેલાની હિંસામાં કાલે રાત્રે ટોળામાં સામેલ લોકોએ વોખા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનારા મહત્વાકાંક્ષી ઉમેદવારના કૌટુંબિક સભ્યોની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને ૬ કારને આગ ચાંપી દીધી.
સત્તાવાર સૂત્રોએ આજે જણાવ્યું કે કથિત રૂપે એક અન્ય ઉમેદવારના સમર્થકોએ વાય.એમ. હુમ્તસોના પિતા અને ભાઈના ઘરો પર પણ હુમલો કર્યો અને તોડફોડ કરી હુમલાખોરોએ બે સ્થળો પર ઊભેલી ૬ કારને આગ ચાંપી દીધી.
ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં પેરેન જિલ્લાના જાલુકીએમાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ડેપ્યુટી કાઉન્સિલર દિચુગબે નૃયામેની કથિત રૂપે અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સત્તાવાર સૂત્રો અનુસાર ગત શુક્રવારની રાત્રે લગભગ ૮ વાગ્યે કેટલાક બંદૂકધારી નૃયામેના મિડલેન્ડ કોલોનીમાં આવેલા આવાસ પર પહોંચ્યા હતા. તેઓ પોતાના ઘરનો મુખ્ય દ્વાર બંધ કરાવી જ રહ્યા હતા કે ત્યારે જ હુમલાખોરોએ તેના પર રાઈફલથી ગોળીઓ વરસાવી અને ત્યાંથી ભાગી છુટ્યા. ઘાયલ અવસ્થામાં તેમને જાલકિએની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks