નીતિન ગડકરી મારા માટે ‘રાજ માતા’ જેવા, હું રાજકારણની મોગલી જ છું : ઉમા ભારતી

(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૧
કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ખુદને ‘રાજકારણના મોગલી’ ગણાવ્યા છે. જ્યારે તેમના ગંગા, પુનરૂત્થાન અને જળ સંસાધન મંત્રાલયમાંથી હટાવીને સ્વચ્છતા તેમજ પીવાના પાણીનું મંત્રાલય સોંપવામાં આવ્યું ત્યારે સમાચાર મળ્યા હતા કે તે આનાથી નારાજ છે. કેબિનેટ ફેરબદલ બાદ પોતાના પહેલાં, સાક્ષાત્કારમાં તેમણે આ વિશે વાત કરી. મંત્રાલયમાંથી તેમને હટાવવાના પ્રશ્ન પર ઉમાએ કહ્યું, ‘મને હટાવાયેલા’ શબ્દ પર વાંધો છે. મારું મંત્રાલય બદલવામાં આવ્યું. મને પરિવર્તનથી મુશ્કેલી નથી કારણ કે હું ગંગાની જેમ ઝનૂની છું. હું ગંગા માટે જે કરવા ઈચ્છું છું તે આ મંત્રાલયમાં પણ કરી શકું છું તો આમાં શું બદલાયું ? હું તમને જણાબ નથી આપી શકતી, પરંતુ હું ખુશ છું. ચૂંટણી લડવામાં થોડો ખચકાટ અનુભવી રહી હતી કારણ કે, હું લોકોની જાગૃતિ માટે મોટાપાયે કામ કરવા માંગતી હતી. ગંગા થેમ્સ (લંડનની મુખ્ય નદી) નથી, આને એક વાર સાફ કર્યા પછી પણ તે સાફ રહેશે નહીં. આમાં દરરોજ ર૦ લાખ લોકો સ્નાન કરે છે. રાજકારણના મોગલીના ઉલ્લેખ પર ઉમાએ આગળ કહ્યું કે, હું વિચારતી રહી કે હું રાજકારણમાં સહજ કેમ નથી. આ અસહજતા ત્યારથી છે જ્યારે હું ૧૯૮૯માં સાંસદ બની. હવે પ૮ની ઉંમરે મને લાગે છે કે, હું રાજકીય રૂપે સ્થિર નથી. જ્યારે ઉમા ભારતીને એવું પૂછવામાં આવ્યું કે, એવા અહેવાલ હતા કે તે મંત્રીની જગ્યાએ સાંસદ તરીકે કામ કરવા ઈચ્છુક છે તો તેમણે કહ્યું, મેં કહ્યું હતું કે, હું ચૂંટણી લડવા માટે ઈચ્છુક નહોતી કારણ કે હું ગંગાની જાગૃત્તા પર કામ કરવા ઈચ્છતી હતી. હવે આ મંત્રાલય નીતિન ગડકરી પાસે છે. મારા રાજકીય જીવનમાં નીતિન ગડકરીની મુખ્ય ભૂમિકા છે. પહેલાં આ ભૂમિકા રાજમાતા વિજયા રાજે સિંધિયાની હતી જ્યારે હું ૪૦ની હતી ત્યારે તેમનું નિધન થઈ ગયું. ગડકરી હવે મારા જીવનમાં રાજમાતાની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજમાતા મારું સન્માન કરતી હતી મને પ્રેમ કરતી હતી અને ભૂલો કરતાં ઠપકો પણ આપતી હતી. નીતિન ગડકરી આ ત્રણેય ચીજવસ્તુઓ કરે છે. રાજમાતાના નિધનથી જે સ્થાન ખાલી થયું હતું હવે તે ગડકરીએ ભરી દીધું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks