(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે એક જાણીતી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું કે, અરરિયામાં રાજદની જીત બાદ દેશ વિરોધી સૂત્રોચ્ચારો કરવાનો મામલો પણ તપાસનો વિષય છે. આના પર ટીકા-ટિપ્પણી કરવાથી બચવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તપાસ થવા દો, જે ગુનેગાર હશે તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સાથે તેમણે કહ્યું કે, ભાજપ આ મુદ્દાને વધારી રહી છે. આને એક પ્રોપગેન્ડાની જેમ બનાવી રહી છે. ટીડીપી દ્વારા અવિશ્વાસ-પ્રસ્તાવ લાવવાની વાત પર તેજસ્વી યાદવે કહ્યું કે, તેઓ ટીડીપીના અવિશ્વાસના પ્રસ્તાવની સાથે છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ યોગ્ય છે કારણ કે અમે પણ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બિહારને હમણાં સુધી કોઈ પેકેજ મળ્યું નથી. તેઓએ રેલવે કૌભાંડને રાજકીય વેન્ડેટા છે. તેમણે કહ્યું કે, રેલવે કૌભાંડ કોઈ કૌભાંડ નથી પણ નીતિશને અલગ થવાનું કારણ જોઈતું હતું. તેમણે કહ્યું કે, લાલુ ભાજપાની હિરલિસ્ટમાં હતા. લાલુ જે કયારેય પણ મોદી સરકારથી દબાયા નથી તેમણે કહ્યું કે, મારા પર ભાઈ, બહેન, માતા અને સંબંધીઓ પર પણ ઘણા બધા જુઠા મામલાઓ દાખલ કરવામાં આવ્યા. અમારા બધા પર દબાણ નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે બિહારમાં બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેજસ્વીએ કહ્યું કે, કોંગ્રેસ એક મોટી પાર્ટી છે અને તેમના અધ્યક્ષ હોવાને લીધે રાહુલજીની જવાબદારી છે કે બધાને એક જૂથ કરે. ચહેરો કોઈપણ યુપીએ તરફથી હોય અમને કંઈ ફેર નથી પડતો, અમે દેશનો વિકાસ ઈચ્છીએ છીએ. બિહારમાં મહાગઠબંધનના સવાલ પર તેજસ્વીએ કહ્યું કે અમે રાષ્ટ્રીય સ્તર પર ઈચ્છીએ છીએ કે ભાજપા વિરૂદ્ધ ત્રીજું ફ્રન્ટ તૈયાર થાય. તેજસ્વીએ કહ્યું કે રામવિલાસ પાસવાનની પાર્ટીના ઘણા લોકો છે જે અમારા સંપર્કમાં છે. તે બધા અમારી સાથે છે. તેઓ બધા અમારી સાથે ગઠબંધનમાં આવવા માંગે છે. આ વાતને રામવિલાસે સમજવી જોઈએ. ઉપેન્દ્ર કુશવાહ પણ ભાજપથી નારાજ ચાલી રહી છે. આની પહેલાં જીતનરામ માંઝી પણ ન આવવા માંગતી હતી પણ છેવટે તે પણ આવી ગઈ. તેમણે કહ્યું કે, જે પણ એનડીએમાં ખરાબ અનુભવ કરી રહ્યા છે અને જે નારાજ છે અને જેને લાગે છે તેમનું સન્માન ભાજપમાં નથી. અમે તેમનું સ્વાગત કરીશું. જો કે અમે પછીથી વિચાર-વિમર્શ કરીશું. રામવિલાસ પાસવાન પાર્ટીમાં આવે કે ન આવે પણ તેમની પાર્ટીના ઘણા એવા લોકો છે જે અમારા સંપર્કમાં છે અને તેઓ અમારી સાથે આવવા માંગે છે. ઉપેન્દ્ર કુશવાહ ભલે ન આવે પણ તેઓએ માની લેવું જોઈએ કે જે સરકારે બિહારની સ્થિતિ બગાડી તેમાં તેઓ કંઈ રીતે રહી શકે. તેમને છોડીને આવવું જ જોઈએ. નીતિશ ચાચાને છોડીને જે પણ તેમની સાથે આવા ઈચ્છે છે તેમના માટે દરવાજા ખુલ્લા છે, સાથે તેજસ્વી યાદવે નીતિશને ટોણો મારતાં કહ્યું કે, નીતિશ ચાચા તમે ૬૭ વર્ષના છો અને હું ર૮ વર્ષનો, આ ચૂંટણીમાં શું થયું ? બધી પાર્ટીઓ ચાચા અને સરકારથી ખૂબ જ ગુસ્સે છે અને આ સમયે બધા રાજદથી જોડાવવા માંગે છે.