(એજન્સી) લખનૌ, તા. ૩૦
નીતિશ બાદ, શિવપાલ યાદવે પોતાના ભાવી પર વિચાર કર્યો, ભાજપમાં જોડાય તેવી સંભાવના ખડી થઈ છે. જેડીયુ ચીફ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનમાંથી છેડો ફાડ્યો હોવાથી સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે પણ પોતાના ભાવી પર પુનઃવિચાર કર્યો છે અને એવી શક્યતા ખડી થઈ છે કે તેઓ ભાજપમાં સામેલ થાય તેવી સંભાવના છે. સ્થાયી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીતિશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવી લીધાં હોવાથી યુપીમાં એવી અટકળો વહેતી થઈ છે કે હવે સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ પણ ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. નીતિશ કુમારે મહાગઠબંધનમાંથી ખસી જતાં કોંગ્રેસ પર હુમલો કરતાં એવું જણાવ્યું કે કોંગ્રેસે વિપક્ષને એકજૂટ રાખવા માટે કોઈ રણનીતિ તૈયાર કરી નથી. ગુજરાત કોંગ્રેસે પણ તાજેતરમાં બળવો જોયો હતો. તેના ઓછામાં ઓછા છ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. શિવપાલ યાદવે પોતાના ભાવી પર વિચાર કર્યો, ભાજપમાં જોડાય તેવી સંભાવના ખડી થઈ છે. જેડીયુ ચીફ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનમાંથી છેડો ફાડ્યો હોવાથી સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે પણ પોતાના ભાવી પર પુનઃવિચાર કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, શિવપાલ યાદવ પોતાના વિકલ્પોની વિચારણા કરી રહ્યાં છે. યાદવે મુલાયમસિંહ યાદવ સાથે આ અંગે ચર્ચા કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. શિવપાલે જેડીયુના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.