ઉત્તરી પશ્ચિમ કાંઠાના તુલકારમ શહેરમાં સ્થિત નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓએ તેમના ઘરોમાં પાછા ફરવાના અધિકારની માગણી માટે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં જણાવ્યું હતું કે ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઇઝરાયેલી સેનાએ વ્યવસ્થિત રીતે ઘરો તોડી પાડ્યા છે, કેમ્પની ભૌગોલિક અને વસ્તી વિષયક રચનામાં ફેરફાર કર્યો છે
(એજન્સી) તા.૧૫
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ મંગળવારે જાન્યુઆરીમાં શરૂ કરાયેલા ઇઝરાયેલના “આયર્ન વોલ” લશ્કરી કાર્યવાહી દરમિયાન કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના તુલકારમ શરણાર્થી શિબિરમાંથી વિસ્થાપિત રહેવાસીઓના પાછા ફરવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે ઇઝરાયેલી કોર્ટે તેમના પાછા ફરવા માટે સમયપત્રક નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. નેતાન્યાહૂએ શિબિરને “આતંકવાદીઓનો ગઢ” ગણાવ્યો અને ઇઝરાયેલી સૈન્યની પ્રશંસા કરી કે તેમણે તેમની સૂચનાઓ અનુસાર “સફાઇ” કરી છે. શિબિર નજીક ફિલ્માવવામાં આવેલા એક વીડિયોમાં, નેતાન્યાહૂએ કહ્યુંઃ “મેં સાંભળ્યું છે કે હાઇકોર્ટ ઓફ જસ્ટિસમાં કોઈ કહે છે કે અહીંના રહેવાસીઓને પાછા મોકલવાનો રસ્તો શોધવો જોઈએ. આ રહેવાસીઓ નથી, તેઓ આતંકવાદી છે.” ૨૧ જાન્યુઆરીના રોજ, ઇઝરાયેલી સૈન્યએ એક કાર્યવાહી શરૂ કરી જેમાં જેનિન, તુલકારમ અને નૂર શમ્સના શરણાર્થી કેમ્પમાંથી હજારો પેલેસ્ટીનીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા. વિસ્થાપિત થયેલા મોટાભાગના લોકોને તેમના કેમ્પમાં પાછા ફરતા અટકાવવામાં આવ્યા છે.