નેત્રંગ નજીક ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લેતા બે બહેનો સહિત ત્રણનાં મોત

મૃતકોના નામ
સંજય દામજી વસાવા (ઉ.૩૫), (રહે, બાબદા, તા. ડેડિયાપાડા, જિ.નર્મદા), દ્રષ્ટી ધિરેન વસાવા(ઉ.૬), ધ્રુવી ધિરેન વસાવા(ઉ.૧૦)

અંકલેશ્વર, ભરૂચ, તા.પ
નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લેતા ૨ બહેનો સહિત ૩ લોકોનાં મોત થયા છે. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
નેત્રંગ – ડેડિયાપાડા રોડ પર મહારાષ્ટ્રથી ટાઈલ્સ ભરીને ટ્રક નેત્રંગ તરફ જઈ રહી હતી. ત્યારે ટ્રકે ૩ બાઈકને અડફેટે લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બહેનો સહિત ૩ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ૩ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ગંગાપુર અને ડેડિયાપાડાથી ૧૦૮ એમ્બુલન્સ પહોંચી ગઈ હતી. અને ઇજાગ્રસ્તોને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મિનેશ મનસુખભાઈ વસાવા તેની બહેન આશા ધિરેનભાઇ વસાવા અને બે ભાણીઓ દ્રષ્ટી અને ધ્રુવીને લઈને બાઈક પર ડેડિયાપાડાના ચૂલી ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થતાં બે ભાણીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બહેન અને ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ભાઈની હાલત ગંભીર છે. જ્યારે ડેડિયાપાડાના બાબદા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સંજય દામજી વસાવા નેત્રંગ પોસ્ટ ઓફિસમાં કામ પતાવીને પરત જતા હતા, ત્યારે અકસ્માત થતાં તેમનું મોત થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks