નોટાને ૫.૫૧ લાખ મત : ઘણી બેઠકો પર હાર-જીત માટેે ‘નોટા’ પણ જવાબદાર

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર હતી ત્યારે ભાજપે બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસની સીટો વધી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય તો તેવા લોકોએ નોટાના બટન ઉપર પસંદગી ઉતારી હતી. જેમાં ૫,૫૧,૬૦૫ મતો નોટાને મળ્યા છે. જેના લીધે પાતળી સરસાઈથી જીતેલી બેઠકો ઉપર પણ નોટાને મહત્ત્વનો ભાગ રહ્યો છે. આજના પરિણામોમાં સૌ પ્રથવવાર નોટાની અસર તળે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને હાર જોવી પડી હતી. જો નોટાના મત તેમને મતમાં હોત તો તેઓ જીતી શકે તેમ હતા. તેવા ઉમેદવારોમાં જોવા જોઈએ તો ધોળકામાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર ૨૫૭ મતોની પાતળી લીડથી જીત્યા છે ત્યારે અહી નોટાના મતો ૨૩૪૭ નોંધાયા છે જ્યારે સોજીત્રામાં કોંગ્રેસના પુનમ પરમાર આશરે ૨૪૦૦ જેટલા મતોથી સરસાઈથી જીત્યા છે ત્યારે અહી નોટાના ૩૧૧૨ મતો નોંધાયા છે. કપરાડામાં પણ કોંગ્રેસના જીતુ ચૌધરી માત્ર ૧૭૦ મતથી વિજયી થયા છે ત્યારે અહી નોટાના ૩૮૬૬ મતો નોંધાયા છે. મોરબીમાં પણ ભાજપના કાંતિ અમૃતિયા આશરે ૩૪૦૦ જેટલા મતોથી હાર્યા છે ત્યારે આ બેઠક પર ૩૦૬૯ મતો નોટાના નોંધાયા છે. આ સિવાયની અન્ય કેટલીક વધુ બેઠકો પર પણ નોટાએ હાર-જીતમાં ભાગ ભજવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નોટાએ પણ તેનો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બીએસપી, એનસીપી, જનવિકલ્પ કરતા પણ વધુ મત નોટાને મળ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોવા જઈએ તો ભાજપને ૪૯.૧ ટકા, કોંગ્રેસને ૪૧.૪ ટકા, અપક્ષને ૪.૩ ટકા અને નોટાને ૧.૮ ટકા એટલે કે, ૫.૫૧ લાખ મતો મળ્યા છે ત્યારે આ ચૂંટણીમાં અપક્ષના ૧૨,૯૦,૨૪૬ અને નોટાના ૫,૫૧,૬૦૫ના મતો ભાજપ-કોંગ્રેસને મળ્યા હોત તો જેટલી બેઠકો પાતળી સરસાઈથી હાંસલ કરવામાં આવી છે. ત્યાં મોટો તફાવત હોઈ શકતો. આમ ગુજરાતની ચૂંટણીમાં ૫.૫૧ લાખ લોકો એવા છે જેઓને એક પણ રાજકીય પક્ષ પસંદ નથી ત્યારે નોટાએ ઘણી બેઠકો ઉપર ખેલ બગાડ્યો પણ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks