નૌકાદળમાં યુદ્ધ જહાજ ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત બે મહિલાઓ લડાકુ વિમાનોને સંચાલિત કરશે

 

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૧
ભારતીય નૌકાદળમાં સોમવારે એક નવો ઈતિહાસ લખાયો હતો. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા અધિકારીઓને નૌકાદળના હેલિકોપ્ટર સ્ટ્રીમમાં નિરિક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, જે બે મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે, તેઓ હવે યુદ્ધ જહાજ ખાતે તહેનાત લડાકૂ વિમાનોને ઓપરેટ કરશે. આ અગાઉ નૌકાદળમાં મહિલાઓની એન્ટ્રી માત્ર કેટલાક નક્કી વિંગ એરક્રાફટ સુધી જ મર્યાદિત હતી. જે બે મહિલા અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે તેમાં લેફટનેન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફટનેન્ટ રિતિ સિંહનો સમાવેશ થાય છે.
સોમવારે કોચ્ચિમાં આઈએનએસ ગરૂઢ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઓબ્જર્વરની પોસ્ટ આપવામાં આવી હતી. આ વખતે નૌકાદળના અન્ય ૧૭ અધિકારીઓ સહિત ચાર મહિલાઓ, ત્રણ કોસ્ટ ગાર્ડના અધિકારીઓને પણ નિમણુક આપવામાં આવી હતી. રિયર એડમિરલ એ. જયોર્જે તમામ અધિકારીઓને એવોર્ડ આપ્યા હતા અને વિંગ પોસ્ટથી સન્માનિત કર્યા હતા. જે અધિકારીઓએ કોલિફાઈડ નેવિગેશન ઈન્સ્ટ્ર્‌ક્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો તે છ અધિકારીઓને આ સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં પણ એક મહિલા અધિકારીનો સમાવેશ થાય છે. વાયુસેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, આ ખૂબ જ સન્માન અને ઐતિહાસિક વાત છે. ફ્રન્ટલાઈન વોરશિપમાં મહિલાઓની તહેનાતી કરવી ઐતિહાસિક ક્ષણ છે. સોમવારે જે અધિકારીઓનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું તેઓ તમામ ૯૧માં રેગ્યુલર કોર્સ, ૨૨માં એસએસસી ઓબ્જર્વર અભ્યાસનો ભાગ હતા. જેમણે નેવિગેશન, ફ્લાઈંગ પ્રોસીજર સહિત અન્ય તમામ ક્ષેત્રોમાં તૈયારી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, એવા અહેવાલો સામે આવ્યા હતા કે, વાયુસેનામાં પણ રાફેલ ઉડાનવાળા સ્કોડ્ર્‌નમાં મહિલા ફાયટર પાયલોટની નિમણુક કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks