પંજાબ નેશનલ બેન્કનું ૧૧,૩૩૦ કરોડનું મહા કૌભાંડ સીબીઆઈએ નીરવ મોદી સાથે સાંઠગાંઠની તપાસ શરૂ કરી

(એજન્સી) મુંબઈ, તા. ૧૪
ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કની મુંબઈ શાખામાં લગભગ ૧૧,૩૬૦ કરોડનું મહાકૌભાંડ બહાર આવ્યું છે. બેન્કે બુધવારે એક્સચેન્જ ફાઈલિંગમાં આ માહિતી આપી.પંજાબ નેશનલ બેન્કે મુંબઈની એક શાખામાંથી છેતરપિંડી દ્વારા અનધિકૃત લેવડદેવડની પકડી પાડી હતી જે કેટલાક ખાસ બેન્ક ખાતાધારકોને ફાયદો પહોંચાડી રહ્યાં હતા.કેટલાક વિશેષ બેન્ક ખાતાઓને ફાયદો પહોંચાડવાના આરોપસર ૧૦ કર્મચારીઓ બરખાસ્ત કરવામાં આવ્યાં હતા. બેન્કીંગ સચિવ રાજીવ કુમારે કહ્યું કે સરકાર દ્વારા આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે જરૂર પડશે તો ફોરેન્સિક ઓડિટનો પણ આદેશ આપવામાં આવશે. કેટલાક વિશેષ બેન્ક ખાતા ધારકોને ફાયદો કરાવવા માટે આ ખાતાઓ દ્વારા ૧૧,૩૩૦ કરોડની લેવડદેવડ થઈ. પીએનબીએ આ અંગે બોમ્બે સ્ટોક એક્ષચેન્જને માહિતી આપી છે. જોકે પીએનબીએ આ મહાકૌભાંડમાં સામેલ કોઈનું નામ જાહેર કર્યું નથી પરંતુ કહ્યું કે અમે તપાસનીશ એજન્સીઓને માહિતી આપી છે. આ માહિતી બહાર આવતાં પીએનબીના શેરમા ૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો. બેન્ક કર્મચારીઓની મિલિભગતની પણ વાત કરવામાં આવી છે. નાણાકીય લેવડદેવડને આધારે બીજી બેન્કો દ્વારા પણ આરોપી ખાતા ધારકોને વિદેશમાં પૈસા મોકલવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. પીએનબીએ કહ્યું કે તપાશનીસ અધિકારીઓને નકલી નાણાકીય લેવડદેવડની માહિતી પૂરી પાડવામાં આવી છે. પીએનબીની એક જ શાખામાં મહાકૌભાંડની ખબર એવે સમયે આવી છે કે જ્યારે એપીએને કારણે જાહેર ક્ષેત્રોની બેન્કોની હાલત અત્યંત ખરાબ છે. પીએનબીમાં થયેલું આ મહાકૌભાંડ બેન્કના ગત વર્ષના ચોખ્ખા નફા કરતાં આઠ ગણો વધારે છે. હજારો કરોડની છેતરપિંડીની ખબરને કારણે પીએનબીના શેરમાં ૭.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પંજાબ નેશનલ બેન્કે પહેલેથી જ આવી છેતરપિંડીની તપાસ કરી રહી છે. ગત અઠવાડિયે સીબીઆઈએ કહ્યું હતું કે પીએનબીની ફરિયાદને આધારે અજબોપતિ નીરવ મોદીની સામે તપાસ શરૂ કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં હીરા કારોબારી નીરવ મોદી પર નકલી દસ્તાવેજો દ્વારા પીએનબીને લગભગ ૨૮૧ કરોડનો ચૂનો લગાડવાનો કેસ સામે આવ્યો હતો. પંજાબ નેશનલ બેન્કે આરોપી નીરવની ઉપરાંત, તેના ભાઈ, પત્ની અને તેના બિઝનેશનના એક સહયોગીની સામે પણ કેસ દાખલ કર્યો હતો.

જેમની સામે સીબીઆઈએ પીએનબીમાં ૧૦,૦૦૦ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે એ નીરવ મોદી કોણ ?


પંજાબ નેશનલ બેન્કમાં હજાર કરોડો રૂપિયાના કૌભાંડમાં જેમનું નામ આવ્યું છે તે નીરવ મોદી વ્યવસાયે કારોબારી છે. ૨૦૧૬ ની ફોર્બની યાદીમાં ભારતના હીરા કિંગ તરીકે ઉલ્લેખિત નીરમ મોદીની સામે દશ દિવસ પહેલા સીબીઆઈએ પીએનબીની ફરિયાદ આધારે કેસ દાખલ કર્યો હતો. પીએનબીએ નીરવ મોદી સામે ૧૦,૦૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સીબીઆઈએ તેની સામે તપાસ આરંભી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં હીરા કારોબારી નીરવ મોદી પર નકલી દસ્તાવેજો દ્વારા પીએનબીને લગભગ ૨૮૧ કરોડનો ચૂનો લગાડવાનો કેસ સામે આવ્યો હતો. તેમાં પણ બેન્ક કર્મચારીઓની સાંઠગાંઠની વાત બહાર આવી હતી. બેન્કે નીરવની ઉપરાંત, તેના ભાઈ, પત્ની અને કારોબારી સાથીની સામે ફરિયાદ કરી છે. પંજાબ નેશનલ બેન્કે પહેલેથી જ આવી છેતરપિંડીની તપાસ કરી રહી છે. ગત અઠવાડિયે સીબીઆઈએ કહ્યું હતું કે પીએનબીની ફરિયાદને આધારે અજબોપતિ નીરવ મોદીની સામે તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks