પંજાબ પોલીસ દલિત મહિલાને વાળ પકડીનેઘસડી ગઈ, ધોળા દિવસે માર માર્યો

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી

(એજન્સી) ચંદીગઢ, તા.૨૪
પોલીસ બર્બરતાના એક કથિત કેસમાં, શુક્રવારે, ૨૦ માર્ચે પંજાબના જલંધરમાં એક પોલીસ અધિકારી દ્વારા એક દલિત મહિલા પર હુમલો કરવામાં આવ્યો અને તેના વાળ પકડીને ખેંચી લેવામાં આવી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી. પીડિતા મમતા ભગતે દાવો કર્યો હતો કે તે તેના પુત્રને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)એ તેના પર હુમલો કર્યો. તેણે કથિત રીતે ખૂબ જ બળનો ઉપયોગ કર્યો અને તેને ઘરની બહાર ખેંચીને તેની સાથે ક્રૂર વર્તન કર્યું. ASIએ બધી હદો ઓળંગી દીધી. જ્યારે તે આવ્યો ત્યારે તેની સાથે કોઈ મહિલા પોલીસ કર્મચારી નહોતી. તે સમયે મારા પુત્રો સૂતા હતા. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બદલે તેણે મારા વાળ પકડી લીધા અને મારા પુત્રો સાથે ઝપાઝપી પણ કરી,” મમતાએ પત્રકારોને જણાવ્યું. CCTV ફૂટેજમાં પોલીસ અધિકારીઓ રસ્તાની વચ્ચે અડધા કપડા પહેરેલા યુવાનોને માર મારતા દેખાય છે. મમતાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેના કપાળ પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો. જલંધર પશ્ચિમના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસના નેતાઓએ હુમલા માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરતા આ મામલો વધુ ઉગ્ર બન્યો. ભાર્ગો કેમ્પ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરનારાઓમાં પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરલ, કાઉન્સિલર તરસેમ લખોત્રા અને ભૂતપૂર્વ કાઉન્સિલર વિપન કુમારનો સમાવેશ થાય છે. બાદમાં વિરોધ કરનારાઓ પીડિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ASI સામે કાર્યવાહીની માંગ કરી. પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે શાંત રહીશું નહીં. અમને કહેવામાં આવ્યું છે કે સંબંધિત છજીૈં સામે કાર્યવાહી પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમે આ મામલો આવતીકાલે રાજ્ય મહિલા અને અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ પણ લઈ જઈશું,” શીતલ અંગુરલે જણાવ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts