પતિએ અન્ય યુવતી સાથે મૈત્રી કરારથી લગ્ન કરતાં પત્નીની પોલીસમાં ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં કડોદરાના કુખ્યાત એવા સટ્ટાબાજ બટુક સોનપાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. કાયદેસરના લગ્ન ચાલુ હોવા છતાં અન્ય યુવતી સાથે મૈત્રી કરારથી સંબંધ રાખી એક સંતાનને જન્મ આપી પત્ની ઉપર ત્રાસ ગુજારનાર પતિ અને ઉપપત્ની સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સુરત જિલ્લા પોલીસે અને ફરિયાદી જીગ્નાશાબેન બટુકભાઈ સોનપાલ રહે. ઈ-૩૦૪, મીલેનો હાઈટ્‌સ, રાજહંસ સિનેમા પાસે, પીપલોદના જણાવ્યા મુજબ આરોપી પતિ બટુક બાબુલાલ સોનપાલ રહે.રણછોડજી કોમ્પ્લેક્ષ, પંચાયત ઓફિસ પાસે, કડોદરાના લગ્ન ૨૩ વર્ષ પહેલાં જીગ્નાશાબેન બચુભાઈ સાતા સાથે થયા હતા. કાયદેસરના લગ્ન બાદ છુટાછેડા કે ફારગતી થઈ ન હોવા છતાં પણ આરોપી પતિ બટુકભાઈએ પાર્લરનું કામ કરતી જયનાબેન રતિલાલ પટેલ રહે.ક્ષત્રાલા કોમ્પ્લેક્ષ, કડોદરા નગરપાલિકા સામે સાથે મૈત્રી કરારથી સંબંધ બાંધી એક બાળકીને જન્મ આપ્યો હતો. છેલ્લા પાંચેક વર્ષથી આ અનૈતિક સંબંધને કારણે પતિ બટુક સોનપાલ, પત્ની જીગ્નાશાબેન સાથે ઝઘડો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. વ્યભિચારી પતિના ત્રાસથી જીગ્નાસાબેને આખરે સુરત ગ્રામ્યના મહિલા પોલીસ સ્ટેશને આરોપી પતિ બટુક બાબુલાલ સોનપાલ, જયનાબેન રતિલાલ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks