પત્રકારે ઘટતી નોકરીઓ વિશે પ્રશ્ન પૂછતા CEA અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું – શું તમે JNUમાંથી ભણીને આવ્યા છો ?

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
આર્થિક સર્વેની રજૂઆત બાદ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે અન્ય આર્થિક વિશેષજ્ઞો સાથે પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન દેશની આર્થિક સ્થિતિને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પરિષદ દરમિયાન ‘ધ વીક’ના એક પત્રકારના સવાલનો જવાબ ચર્ચાસ્પદ છે. પત્રકારે અરવિંદ સુબ્રમણ્યમ પાસે માંગ અને રોજગારમાં ઘટાડા અંગે પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ આપતા મુખ્ય આર્થિક સલાહકારે તેમને વળતો પ્રશ્ન કર્યો કે, શું તમે જેએનયુમાંથી અભ્યાસ કરીને આવ્યા છો ? જો કે અરવિંદ સુબ્રમણ્યમે તરત કહ્યું કે, તે માત્ર મજાક કરી રહ્યા છે. પત્રકાર પરિષદનો વીડિયો ટ્‌વીટર પર પ્રસારિત થતાં જ વાયરલ થયો અને લોકોએ સુબ્રમણ્યમની નિંદા કરી. આર્થિક વિશ્લેષક પ્રંજાય ગુહા ઠાકુરતાએ ટ્‌વીટ કરી હતી કે મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા કરવામાં આવેલ આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે. પછી ભલે તેમણે આ વાત મજાકમાં જ કેમ ના કહી હોય. સુબ્રમણ્યમ મજાકના માધ્યમથી તમારો આ સમગ્ર વિશ્વવિદ્યાલયને બદનામ કરવાનો પ્રયાસ મોટા ષડયંત્રનો ભાગ છે અને હું મજાક નથી કરી રહ્યો. આર્થિક સર્વેક્ષણમાં દેશની આર્થિક સ્થિતિ સિવાય આગામી નાણાકીય વર્ષમાં વિકાસની ગતિનું અનુમાન કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ દરમિયાન જીડીપીનો દર ૬.૭પ% રહેશે તેવું અનુમાન છે જ્યારે ર૦૧૮-૧૯માં આર્થિક વિકાસની ગતિ ૭.૭પ% રહેવાની વાત કરવામાં આવી છે. જો કે, પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુએ છેલ્લા ત્રણ દશકોમાં દેશના આર્થિક વિકાસની ગતિ સરેરાશ ૬થી ૬.પ% રહેવાની વાત કરી છે. સુબ્રમણ્યમે આર્થિક ગતિ વધારવા માટે સાર્વજનિક રોકાણ વધારવાની વાત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks