પદ્માવતના વિરોધમાં દિલ્હી-જયપુર હાઈવે ચક્કાજામ લોકોને ‘સ્વપ્રતિબંધ’ની કરણી સેનાની હાકલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સંજય લીલા ભંસાલીની બહુચર્ચિત પદ્માવત પર ચાલી રહેલો વિવાદ અટકાવાનું નામ લેતો નથી. સુપ્રીમ કોર્ટ તરફથી લીલીઝંડી મળ્યાં બાદ પણ દેશના અલગ અલગ વિસ્તારોમાં આ ફિલ્મની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિલ્હી-જયપુર હાઈવે ચક્કાજામની ઉપરાંત પ્રદર્શનકારીઓએ દિલ્હી-અજમેર હાઈવ પર એકત્ર થયાં હતા અને વહેલી સવારે હાઈવે પર ટાયરો બાળીને દેખાવ કર્યો. રાજસ્થાનના સિકરમાંથી પણ છુટીછવાઈ હિંસાની ઘટનાઓ બનવા પામી.લોકોએ ગુરૂગ્રામના સોહના રોડ પર પ્રદર્શન કર્યું તથા પથ્થરમારો કર્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ એક બસમાં આગ પણ લગાડી દીધી હતી.આ દરમિયાન કરણી સેનાએ લોકોને સ્વ પ્રતિબંધ પાળવાની હાકલ કરી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે અમે રાજસ્થાનમાં આ ફિલ્મને રીલિઝ થવા દઈશું નહીં. અમદાવાદમાં પણ પોલીસે મંગળવારે સાંજ હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી. ટોળાએ લગભગ ૩૦ વાહનોને આગ ચાંપી દીધી હતી. મધ્યપ્રદેશના હૌશંગાબાદમાં પણ કરણી સેનાના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશ સરકારે પણ ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. હરિયાણાના યમુનાગરમાં પણ હંગામાની ખબર મળી હતી. અહિના એક સિનેમાઘરમાં પથ્થરમારો કરવામાં આવ્યો. મોલમાં પોલીસ તૈનાતી કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પદ્માવતને બહાને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું કે જો તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર તથા સુપ્રીમ કોર્ટ સાથે મળીને એક ફિલ્મને રિલિઝ ન કરાવી શકતી હોય તો અને તેનું પ્રદર્શન ન અટકાવી શકતી હોય તો દેશમાં કેવી રીતે રોકાણ આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks