પદ્માવતી વિવાદ : મને અત્યારે વધુ સુરક્ષિત હોવાનું ગમશે : દીપિકા પદુકોણ

(એજન્સી) તા.૨૫
પોતાની ફિલ્મ પદ્માવતીને લઇને અનેક ધમકીઓ મળ્યા બાદ ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પદુકોણે જણાવ્યું હતું કે હાલના તબક્કે પોતાને વધુ સુરક્ષિત અને રક્ષિત હોવાનું ગમશે. બીબીસી વર્લ્ડ ન્યૂઝ માટે ટોકિંગ મૂવીઝ : ઇન્ડિયા સ્પેશિયલ સાથેની એક મુલાકાતમાં દીપિકાએ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ શો શનિવારથી પ્રસારીત થશે.
જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે શું તમને સરકાર તરફથી રક્ષણ પ્રાપ્ત થાય એવું ઇચ્છશો ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે આદર્શ વિશ્વમાં મારો જવાબ હા છે. આ તબક્કે મને વધુ સુરક્ષિત કે વધુ રક્ષણ મળે તેવું હું ઇચ્છીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપૂત મહારાણી પદ્માવતીની કહાણી ફિલ્મમાં જીવંત કરવાના સંજય લીલા ભણસાલીના પ્રયાસોનો ભાજપ સમર્થિત હિંદુ જૂથોએ ઉગ્ર વિરોધ કર્યો છે.આ ફિલ્મમાં દીપિકા રાણી પદ્માવતિની, શાહીદ કપૂર તેના પતિ તરીકે અને અલાઉદ્દીન ખીલજીના પાત્રમાં રણવીરસિંહ અભિનય આપી રહ્યા છેે. ભણસાલીને ફિલ્મના શૂટિંગ વખતે પણ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવાને આરે છે ત્યારે વિરોધે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે રાજપૂત મહારાણી અંગે ફિલ્મમાં ઇતિહાસનું વિકૃતિકરણ કરવામાં આવી રહ્યું છે જો કે ભણસાલીએ તેને અવાર નવાર રદિયો આપ્યો છે. આ ફિલ્મની રિલીઝની તારીખ અગાઉની ૧ ડિસે.ની તારીખથી પાછળ ઠેલવામાં આવી છે જ્યારે હિંદુ જૂથો તેના પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો કરી રહ્યા છે. દીપિકાએ આ ફિલ્મ સામેના વિરોધ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ બાબત ખરેખર દુઃખદ છે. સિનેમામાં લોકોને જોડવાની, તેમને સંગઠીત કરવાની અને પ્રેમનો સંદેશ પ્રસરાવવાની તાકાત હોય છે. લોકો આ વાત સ્વીકારતા નથી તે ખરેખર દુઃખદ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks