(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પદ્માવત રીલિઝના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરીને ફિલ્મ રીલિઝને અટકાવવાનો પ્રયાસ કરનાર કરણી સેના જેવા જૂથોએ તેમનો વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બનાવ્યો છે. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને યુપીના અમુક વિસ્તારોમાંથી હિંસા અને ઉગ્ર દેખાવ ખબર મળી રહી હતી. આ તમામ રાજ્યોએ શરૂઆતમાં પદ્માવત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. યુપીના ઈટાવામાં પોલીસે વાહનો તોડનાર તથા દુકાનોને શટર બંધ કરવાની ફરજ પાડનાર લોકોએ પર લાઠીચાર્જ કર્યો હતો. ઘણા વાહન માલિકો ઘાયલ થયાં હતા. દેખાવકારોએ દિલ્હી-જયપુર હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. આ ફિલ્મ દેશભરમાં પ્રદર્શિત ન થાય તેની ખાતરી રાખવાનું કરણી સેનાએ સામાજિક સંગઠનોને અપીલ કરી છે.
જાણવા જેવી ૧૦ વાતો
૧. રાજસ્થાનમાં ફિલ્મ વિતરકોએ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પદ્માવતને દેખાડવાનો ઈન્કાર કર્યો. તે ઉપરાંત દિલ્હી-જયપુર હાઈવે ચક્કાજામની ઉપરાંત પ્રદર્શનકારીઓએ દિલ્હી-અજમેર હાઈવ પર એકત્ર થયાં હતા અને વહેલી સવારે હાઈવે પર ટાયરો બાળીને દેખાવ કર્યો. સતત બીજા દિવસે પણ ચિત્તોગઢ કિલ્લાને બંધ રાખવામાં આવ્યો.
૨. હરિયાણાના ગુડગાંવમાં દેખાવકારોએ વઝીરપુર-પટોડી રોડને બ્લોક કરીને ટાયરો સળગાવ્યાં હતા. વહિવટી તંત્રે રવિવાર સુધી થીયટરોની ૨૦૦ મીટરની હદમાં એકત્ર થવાની પાબંધી લગાવી દીધી છે.
૩. લખનઉમાં એક મોલની બહાર દેખાવ કરવામાં આવ્યો. અમે કોઈ સામાજિક સંગઠન સાથે જોડાયેલા નથી તેવો દાવો કરનાર આ દેખાવકારોએ કહ્યું કે જો સિનમાઘરોના માલિકો અમારી માંગણી સ્વીકારશે નહીં તો તેઓ કોઈ પણ હદે જવા તૈયાર છે.
મુંબઈમાં પોલીસે અગમચેતીના પગલાંરૂપે કરણી સેના ૩૦ સભ્યોની ધરપકડ કરી છે. તથા અમદાવાદમાંથી બીજા ૪૪ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
૫. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને યુપીના અમુક વિસ્તારોમાંથી હિંસા અને ઉગ્ર દેખાવ ખબર મળી રહી છે. આ તમામ રાજ્યોએ ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.
૬. મંગળવાર સાંજથી આ ફિલ્મની સામેનો વિરોધ લગાતાર વધી રહ્યો છે. ગુજરાતના એક થીયેટર નજીક તોડફોડની ઘટના બની હતી.
૭. અમદાવાદમાં પણ પોલીસે મંગળવારે સાંજે હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી. ટોળાએ લગભગ ૩૦ વાહનોને આગ ચાંપી દીધી હતી.
૮. મધ્યપ્રદેશના હૌશંગાબાદમાં પણ કરણી સેનાના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશ સરકારે પણ ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.
૯. યુપીમાં પણ વિરોધ પ્રદર્શનની આગ ફેલાઈ. મુઝફ્ફરનગરમાં ટોળું ગાંડ્યું બન્યું. કાનપુરમાં કરણી સેનાના સભ્યો એક મોલમાં ઘૂસી ગયાં અને ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગણી કરી.
૧૦. પ્રદર્શનકારીઓનું એવું માનવું છે કે ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યાં છે તથા ચિત્તોગઢની મહારાણી પદ્માવતીનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે.