પદ્માવત ફિલ્મ પર ચાલી રહેલા ભારે વિરોધ-પ્રદર્શનને પગલે બીજી વાર ચિત્તોડગઢના ખ્યાતનામ કિલ્લાને બીજી વાર બંધ રાખવાની ફરજ પડી છે. કરણી સેનાના સભ્યોએ કિલ્લામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. કરણી સેનાએ ધમકી આપી છે કે જો ફિલ્મ રીલિઝ કરવામાં આવશે તો રાજપૂત સમૂદાયની સેંકડો મહિલાઓ આત્મવિલોપન કરશે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે અમે રાજસ્થાનમાં આ ફિલ્મને રીલિઝ થવા દઈશું નહીં. જોહર ધમકીને પગલે કરણી સેનાના કેટલાક સભ્યોની ધરપકડ કરવામાં આવી. ગ્રુપના પ્રવક્તાએ કહ્યું કે ૧૯૦૦ મહિલાઓએ જૌહર માટે નોંધણી કરાવી છે.
Facebook
0
Twitter
0