પદ્માવત વિવાદ વિશે ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કે એવું લાગે છે કે હિંસક વિરોધ એ લોકસંપર્ક કવાયત છે મને લાગે છે કે, વિરોધ કરનારાઓને પૈસા આપવામાં આવ્યા છે

(એજન્સી) તા.ર૪
વિખ્યાત ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું હતું કે, સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ ફિલ્મ સામેના વિરોધને એક ચતુરાઈથી ભરપૂર લોકસંપર્ક વ્યુહરચનાના ભાગરૂપે ફિલ્મની મદદ માટે ડિઝાઈન કરવામાં આવી છે. મંગળવારે દિલ્હીમાં યોજાયેલ ફિલ્મ સ્પેશ્યલ સ્ક્રીનિંગ પછી જનતા કા રિપોર્ટર સાથે કરેલી વાતચીતમાં હબીબે કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી જે આક્ષેપો કરવામાં આવે છે એવું ફિલ્મમાં કાંઈ જ નથી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, આ સમગ્ર વિરોધ ફિલ્મ પબ્લિસિટી અભિયાનના ભાગરૂપે છે ત્યારે તેમણે કહ્યું હતું કે તે બધુ જ પબ્લિસિટીના ભાગરૂપે હતું મને લાગે છે કે, વિરોધ કરનારાઓને (કરણી સેનાને) વિરોધ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. હબીબે કહ્યું હતું કે સમગ્ર ફિલ્મમાં એકપણ એવો શબ્દ નથી કે જેનાથી રાજપૂતના સન્માનને ઠેસ પહોંચે. ‘પદ્માવત’ના નિર્દેશકોએ મંગળવારે દિલ્હી ખાતે પત્રકારોના એક સમૂહ માટે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks