પબજી ગેમ ડાઉનલોડ કરતા યુવકે ઉશ્કેરાઈ હત્યા કરી પાંડેસરામાં સિક્યુરિટી ગાર્ડના ગુમ થયેલા પુત્રની હત્યા કરાયેલી લાશ મળી

(સંવાદદાતા દ્વારા)

સુરત,તા.૨૬

પાંડેસરા હીરાનગરમાં ભાડના મકાનમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના અગિયાર વર્ષનો માસુમ પુત્ર ગઈકાલે સવારે ઘરેથી સોસાયટીમાં રમવા જવાનું કહીને નિકળ્યા બાદ રાત્રે અગાઉ ભાડેથી રહેતા સોસાયટીની બાજુમાં આવેલ જીવનદીપ સોસાયટીના મકાનના બાજુના મકાનમાંથી ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચ્યો છે. બનાવ અંગે પોલીસે કિશોરની લાશને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપી મકાનમાં રહેતા ૧૯ વર્ષના યુવકને અટકમાં લઈ હાથ ધરેલી પુછપરછમાં મૃતક કિશોરે તેના મોબાઈલમાં પબ્જી ગેમ ડાઉન લોડ કરી હોવાથી ઉશ્કેરાઈને તેની ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

પાંડેસરા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ  પાડેસરા ગુ.હા,બોર્ડ હીરાનગરમાં ગજરાજસીંગના મકાનમાં રહેતા મૂળ ઝારખંડના ચૈનપુરના વતની સંતોષ અજયભાઈ તિવારી (ઉ.વ.૩૫) પિયુષ પોઈન્ટ પાસે આવેલ આર.ઍન. સિક્યુરીટીમાં નોકરી કરી પરિવારમાં પત્ની રીંકીબેન (ઉ,.વ.૩૪), સંતાનમાં ૧૧ વર્ષ ૧૦ માસનો પુત્ર આકાશકુમાર અને ૯ વર્ષની પુત્રી પાયલનું ગુજરાન ચલાવે છે. આકાશ મંગળવારે સવારે અગિયાર વાગ્યે ઘરે સોસાયટીમાં રમવા માટે જવાનુ કહીને નિકળ્યો હતો. જાકે બપોરના ત્રણ વાગ્યા સુધી પણ ઘરે નહી આવતા માતા રીંકીબેન દ્વારા સોસાયટીમાં આજુબાજુમાં તપાસ કરવી હતી પરંતુ આકાશની કોઈ ભાળ મળી ન હતી પીઆઈ ઍ.પી.ચૌધરીઍ બનાવની ગંભીરતાથી લઈને આકાશની શોધખોળ શરુ કરી હતી તે દરમિયાનશ્વ આકાશની લાશ તેઓ ત્રણ મહિના પહેલા હીરાનગરની બાજુમાં આવેલ જીવનદીપ સોસાયટીમાં રહેતા હતા તેના બાજુના મકાનના માલીકે સંતોષભાઈને ફોન કરી આકાશની લાશ રૂમમાં પડી હોવાની જાણ કરતા સાંભળીને પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી. પોલીસે આકાશની હત્યા કરનાર ૧૯ વર્ષના યુવકને અટકમાં લઈ પુછપરછ હાથ ધરી હતશ્વી જેમાં આરોપીઍ કબુલાત કરતા કહ્નાં હતું કે આકાશે મોબાઈલમાંથી તેના મોબાઈલમાં પબજી ગેમ ડાઉન લોડ કરી હતી આકાશને ના પાડવા છતાંયે તે માન્યો ન હતો જેથી ઉશ્કેરાઈને તેનું ગળુ દબાવી હત્યા કરી હોવાનુ કબુલાત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks