પવિત્ર મક્કાની ભવ્ય મસ્જિદમાં ૩૫,૦૦૦થીવધુ કાર્પેટ બિછાવવામાં આવે છે

કાર્પેટ અને આ વિસ્તારની સ્વચ્છતા અને ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણોને જાળવી રાખવા માટે દર ત્રણ દિવસે આ કાર્પેટ બદલવામાં આવે છે

(એજન્સી) તા.૧૪
સઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં ભવ્ય મસ્જિદમાં ૩૫,૦૦૦થી વધુ ગ્રીન કાર્પેટ મૂકવામાં આવ્યા છે અને અહી આવતા યાત્રીઓના આરામ અને સ્વચ્છતાની ખાતરી કરવા માટે તેની સતત દેખરેખ કરવામાં આવી રહી છે. આ કાર્પેટ મસ્જિદની આસપાસ ૩૦ અલગ-અલગ સાઇટ્‌સમાં રાખવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે વિશાળ અને આરામદાયક સ્થાન અને ઈબાદત કરવા માટે શુક્રવારે આ કાર્પેટની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. મસ્જિદ અલ હરમ અને મસ્જિદ એ નબવી કાર્યાલયની જનરલ પ્રેસિડેન્સી અનુસાર, આ કાર્પેટની જાળવણી એક ચોક્કસ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે જેમાં આધુનિક, પર્યાવરણને અનુકૂળ તકનીકોનો ઉપયોગ કરીને સફાઈનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં અહી આવતા લોકો માટે સંપૂર્ણ આરામ સાથે ઈબાદત કરવા અને હંમેશા ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવવા માટે દર ત્રણ દિવસે આ કાર્પેટ બદલવામાં આવે છે. આ દરેક કાર્પેટ સફાઈ કરીને ફરીથી અહી લાવવામાં આવે તે પહેલા તેનું વ્યાપક નિરીક્ષણ કરવામાં આવે છે, આ તપાસ એ સુનિશ્ચિત કરવા માટે છે કે તેમાં કોઈપણ ખામી અથવા નુકસાન થયુહ નથી અને તેની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની છે. આ કાર્પેટ શ્રેષ્ઠ સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે આ તપાસમાં રંગ, કાપડ અને કિનારીઓ જેવી બારીક વિગતોની ચકાસણી પણ કરવામાં આવે છે. આ ઓથોરિટી અહીની બે પવિત્ર મસ્જિદોને લગતી સેવાઓ માટે સતત કામ કરી રહી છે, તેની તમામ કામગીરીમાં ગુણવત્તા અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે યાત્રાળુઓ આરામદાયક રીતે અને સરળતા સાથે પોતાની ઈબાદત કરી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks