પાકિસ્તાન ચૂંટણી : પૂર્વ ક્રિકેટરો પણ ઈમરાનખાનના સમર્થનમાં ઉતરી આવ્યા

(એજન્સી) તા.૨૩
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાનખાન પીટીઆઈ પાર્ટીના ચેરમેન છે અને તેમને પાકિસ્તાનના આગામી વજીર-એ-આઝમ માનવામાં આવી રહ્યાં છે. જોકે હવે ઈમરાનખાન ક્રિકેટ જગતમાં પણ ઘણા લોકપ્રિય છે એટલા માટે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પણ હવે તેમના સમર્થનમાં ઉતરી આવ્યા છે. બુધવારે અનેક ક્રિકેટરોએ તેમના સમર્થનમાં ટિ્‌વટર પર પોસ્ટ કરી હતી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટબોલર વસીમ અકરમે લખ્યું હતું કે તમારા નેતૃત્વમાં ઈમરાનખાન અમે ૧૯૯૨માં વિશ્વકપ ચેમ્પિયન બન્યા હતા. તમારું નેતૃત્વ જ હવે અમને મહાન લોકશાહી દેશમાં સ્થાપિત કરશે. જોકે વકાર યુનિસે એક ટિ્‌વટમાં લખ્યું કે તમારી ઈમાનદારી પર કોઈ શંકા ન કરી શકે. તેની જ આપણા દેશને જરૂર છે. તમે એક ઈમાનદાર નેતા છો. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ડીન જોન્સે પણ ઈમરાનનાખાનના સમર્થનમાં ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું કે હું કોઈ રાજકીય નેતા કે વ્યક્તિ નથી. પણ ઈમરાનખાન એક સારા નેતા છે અને પાકિસ્તાની પ્રજાએ તેમને તક આપવી જોઈએ. નોંધનીય છે કે પાકિસ્તાનને વિશ્વકપ વિજેતા બનાવવા માટે ઈમરાનખાન વિશ્વભરમાં જાણીતા છે. પણ તે એક પ્લેબોય તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા છે.આગામી ૨૫ જુલાઇએ પાકિસ્તાનમાં સાામન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે અને ઈમરાનખાનનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ચિત દેખાય છે કેમ કે તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. પોલમાં પણ પીટીઆઈ પાર્ટીનો દબદબો દેખાઇ રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks