(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૫
રાજ્યની સરકાર સામે ખેડૂતોના દેવા અને લોન તેમજ વીમા સહિતની સમસ્યા અંગે હાર્દિક પટેલ સરકાર સામે ઉપવાસનું આંદોલન કરી રહયો છે તેવા સમયે અમરેલીના ચાંદગઢ ગામના ખેડૂત દંપતીએ પાક નિષ્ફળ જશે તો બેંકમાંથી લીધેલ પાક ધિરાણની લોન કેમ ભરશે તેવા વિચારથી ખેડૂત દંપતીએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા બંનેને સારવારમાં ખસેડાયા હતા. ચાંદગઢ ગામે રહેતા ભરતભાઈ ધીરૂભાઇ ખુમાણ ઉવ-૪૫ નામના ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલ હોઈ અને તે પાકની ઉપજ આવે તે માટે તેમણે બેંકમાંથી પાક જમીન ધિરાણ લીધેલ હોઈ અને ફરજા કુવા જમીન સુધારણ કરવા માટે લોન લઇ કપાસનું વાવેતર કરેલ હતું પરંતુ તેમને કપાસનો પાક નિષ્ફળ જશે અને વાવેતર ઉપજ થવાની નથી તેમ વિચારી બેંકની લોન કેવી રીતે ભરીશ તેવા વિચારો મગજમાં આવતા ભરતભાઈ તેમજ તેમના પત્ની લાભુબેન (ઉ.વ.૪૨)ના એ સજોડે ઝેરી દવા ગટગટાવી લીધેલ હતી અને આપઘાત કરવાની કોશિશ કરેલ હતી બંને દંપતીને ઝેરી અસર થતા અમરેલીના ખાનગી દવાખાને સારવારમાં ખસડેલ છે જ્યાં બંને ભાનમાં ના હોઈ જેથી તેમના ભાઈ રામકુભાઇ ધીરૂભાઇ ખુમાણે પોલીસમાં ઉપરોક્ત બાબતે અગાવ તેના ભાઈ ભરતભાઈ જણાવેલ હતી તેથી તે કારણે તેમના ભાઈ ભરતભાઈ અને તેમના પત્ની લાભુબેન દ્વારા આ પગલું ભર્યું હોવાનું જાહેર કરેલ હતું.