પાછલા ૨૪ કલાકમાં ગાઝામાં ઇઝરાયેલી ગોળીબારમાં ૯૫ સહાય શોધનારાઓનાં મોત : આરોગ્ય મંત્રાલય

(એજન્સી)                                                       તા.૨૨
આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, ગાઝા પટ્ટીમાં યુએસ વિતરણ સ્થળો પર સહાયની રાહ જોતી વખતે છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલી સેનાની ગોળીબારમાં ૯૫ નાગરિકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના ડાયરેક્ટર-જનરલ મુનીર અલબુર્શે જણાવ્યું કે, ‘ઇઝરાયેલની સંપૂર્ણ નાકાબંધી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે.’ ઇઝરાયેલે ૨ માર્ચથી ગાઝાના તમામ માર્ગો સીલ કરી દીધા છે, માનવતાવાદી સહાયની પહોંચને કાપી નાખી છે અને દુષ્કાળના ફેલાવાને વેગ આપ્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ૨૭ મેથી, ઇઝરાયેલની સહાય પ્રણાલી હેઠળ સ્થાપિત સહાય વિતરણ કેન્દ્રો પર ઇઝરાયેલી આગથી ૧,૦૨૦ થી વધુ સહાય શોધનારાઓ મૃત્યુ પામ્યા છે અને ૬,૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ અને સંસ્થાઓએ ‘મૃત્યુની જાળ’ તરીકે ટીકા કરી છે. મંત્રાલયના આંકડા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩થી ૭૬ બાળકો સહિત ૮૬ લોકો ભૂખમરા અને ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ પામ્યા છે. ગાઝાની સરકારી મીડિયા ઓફિસે પણ ચેતવણી આપી છે કે તમામ ક્રોસિંગના લગભગ સંપૂર્ણ બંધના ૧૪૦ દિવસથી વધુ સમય પછી એન્કલેવ ‘સામૂહિક મૃત્યુની આરે’ છે. ઈઝરાયેલે ઓક્ટોબર ૨૦૨૩થી ગાઝા પટ્ટીમાં ૫૯,૦૦૦થી વધુ પેલેસ્ટાઈનીઓને મારી નાખ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. લશ્કરી કાર્યવાહીએ એન્કલેવને બરબાદ કરી દીધું છે, આરોગ્ય પ્રણાલીને ભાંગી નાખી છે અને ખોરાકની તીવ્ર અછત ઊભી કરી છે. ગયા નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ વિરૂદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈઝરાયેલને ઈન્કલેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડે છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts