પાટણના એકટીવ ગ્રુપે માનવતા મહેંકાવી મુસ્લિમ બાળાની દવાની સારવારના નાણાં આપ્યા

પાટણ, તા.૧૭
પાટણ શહેરમાં આવેલી વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરવા સદા અગ્રેસર રહે છે ત્યારે આવી જ એક સેવાભાવી સંસ્થા એકટીવ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામની ગરીબ મુસ્લિમ પરિવારની ૧૧ વર્ષીય પુત્રીની દવાનું રૂા.૧૭ હજારનું બિલ ચૂકવી ‘માનવધર્મ શ્રેષ્ઠધર્મ’ની ઉક્તિને સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી કોમી એકતાની મિશાલ કાયમ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામના એક મુસ્લિમ ગરીબ પરિવારની પુત્રી રેશમા મીર (ઉ.વ.૧૧) કોમામાં સરી પડતા તેને સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોની સઘન સારવારને કારણે આ બાળકીની તબિયત સુધારા પર આવી હતી. પરંતુ આર્થિક રીત કંગાલ આ પરિવાર પાસે દવાના પૈસાની કોઈ સગવડ ન હોઈ જે વાત પાટણની સેવાભાવી સંસ્થા એક્ટિવ ગ્રુપના દિલીપભાઈ પટેલના કાને પહોંચતા તેઓએ જનતા હોસ્પિટલમાં જઈ આ મુસ્લિમ પરિવારની મુલાકાત લીધી હતી અને રૂા.૧પ હજારનું દવાનું બિલ ચૂકતે કરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનેરૂદાન કરી આ ગરીબ પરિવારની પુત્રીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત મેડિકલ રિપોર્ટ માટેના રૂા. બે હજાર અલગથી આપ્યા હતા. દિલીપભાઈ પટેલે કોમામાંથી સ્થિર સ્થિતિમાં આવેલ આ માસૂમ બાળકીની દવા માટે વધુ આર્થિક મદદની જરૂર હોઈ શહેરની અન્ય સેવાભાવી સંસ્થાઓ તથા સખીદાતાઓને નાણાકીય મદદ કરવા અપીલ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks