પાટણના બગવાડા ચોક ખાતે ૧૪ કોર્પોરેટરના બેસણાનો કાર્યક્રમ યોજી મુંડન કરાયું

પાટણ, તા.૯
પાટણ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ટેકાથી કોંગ્રેસે પાર્ટીના વ્હીપનો અનાદર કરીને કોંગ્રેસના ૧૪ કોર્પોરેટરોએ બળવો કરીને તેમના પ્રમુખ-ઉપપ્રમુખ બનાવતાં તેઓને કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે ત્યારે બગવાડા ચોક ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૪ કોર્પોરેટરના બેસણાનો કાર્યક્રમ કરી તેના પાછળ સુતક ઉતારવા મુંડન કરાયા હતા. જેમાં ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ સહિતના સભ્યોએ મુંડન કરાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું કે પાટીદાર આંદોલનમાં ચૂંટાઈ આવેલા કોર્પોરેટરોએ કોંગ્રેસ પાર્ટી અને પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. તેની સામે વિરોધ દર્શાવવા મુંડન કરાવ્યું છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું કે તમામ કોર્પોરેટરે પાર્ટી સાથે ગદ્દારી કરતા તેમના વિરોધ કાર્યક્રમ આપ્યો છે. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ, જાગૃતિબેન પટેલ, ભાવિક રામી, ભરત ભાટિયા, અતુલ પટેલ, હાર્દિક પટેલ, હંસાબેન પરમાર, મુમતાજબાનુ શેખ, ઉસ્માનભાઈ શેખ સહિતે હાજરી આપી હતી. કાર્યક્રમમાં તમામ ૧૪ સભ્યોના ફોટા સામે પગરખાં મૂક્યાં હતાં. આ સમયે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts