પાટણ જિલ્લાની ચાર પૈકી ત્રણ બેઠક પર કોંગ્રેેસ, એકમાં ભાજપનો વિજય

પાટણ, તા.૧૮
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી ત્રણમાં કોંગ્રેસ અને એકમાં ભાજપ વિજયી બની છે. પાટણ, સિદ્ધપુર અને રાધનપુર બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે જ્યારે ચાણસ્મા બેઠક ભાજપને ફાળે આવી છેે.
પાટણની કે.ડી.પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં ચારે વિધાનસભા બેઠકોની મતગણતરી હાથ ધરાઈ હતી. પ્રથમ બેલેટ પોસ્ટલ મતો અને ત્યારબાદ ઈવીએમ મશીનોની ગણતરી શરૂ થઈ હતી. પાટણ બેઠક પર મતગણતરીના અંતે કોંગ્રેસના ડૉ. કિરીટ પટેલને ૧૦૩ર૭૩ મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ભાજપના રણછોડભાઈ દેસાઈને ૭૭૯૯૪ મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ડૉ. કિરીટ સી. પટેલનો રપર૭૯ મતોથી જ્વલંત વિજય થયો હતો.
સિદ્ધપુરની પ્રતિષ્ઠાભરી બેઠક પર કોંગ્રેસના ઠાકોર ચંદનજી તલાજીને ૮૮ર૬૮ મત અને પ્રતિસ્પર્ધી ભાજપના જયનારાયણ વ્યાસને ૭૧૦૦૮ મત મળ્યા હતા. સિદ્ધપુર બેઠક જીતવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બલવંતસિંહ રાજપૂત અને ભાજપના અગ્રણી હરોળના નેતા એવા જયનારાયણ વ્યાસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ઠાકોર અને મુસ્લિમોની બહુમતી ધરાવતી આ બેઠક પર તેઓની કારી ફાવી ન હતી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર ૧૭ર૬૦ મતોથી વિજયી બન્યા હતા.
કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા નેતા અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠકની ટિકિટ ફાળવી હતી. જ્યારે સામાપક્ષે ભાજપે કોંગ્રેસ શાસિત પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન એવાલવિંગજી સોલંકીને ટિકિટ ફાળવતા આ બેઠક પર કાંટે કી ટક્કર થઈ હતી. પરંતુ આજે મતગણતરીના અંતે કોંગ્રેસના અલ્પેશ ઠાકોરને ૮પ૭૭૭ મત અને ભાજપના લવીંગજી સોલંકીને ૭૦૯ર૦ મત મળતા અલ્પેશ ઠાકોર ૧૪૮પ૭ મતે વિજયી બન્યા હતા.
ચાણસ્મા બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો જેમાં ભાજપના મંત્રી દિલીપકુમાર ઠાકોરને ૭૩૭૭૧, કોંગ્રેસના રઘુભાઈ દેસાઈને ૬પપ૩૭ અને અપક્ષ ઉમેદવાર ઠાકોર દિનેશભાઈને ર૭,૬૩૩ મત મળ્યા હતા. મતગણતરીના અંતે ભાજપના દિલીપકુમાર ઠાકોર ૮,ર૩૪ મતે વિજયી બન્યા હતા. રાજકીય નિષ્ણાંતોના મતે અપક્ષ ઉમેદવારને કારણે ચાણસ્મા બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પક્ષોના ઉમેદવારના જીતના દાવાના ગણિતમાં અનેક ચડાવ ઉતાર સાથે મતગણતરી સમયે કશ્મકશભર્યો જંગ જામ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks