પાણી-પૂરીની લારીઓ પર ચેકિંગઃ બિનઆરોગ્યપ્રદ બટાકા-પાણીનો નાશ

અંકલેશ્વર,તા.૨૮
અંકલેશ્વર પાલિકા ફૂડ એન્ડ ડ્રગ અને સેનીટેશન વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમા ૧૮ કિલો સડેલા બટાકા, ૨૦ લીટર બિન આરોગ્યપ્રદ પાણી પુરીના પાણીનો નાશ કરાયો હતો. ભરૂચીનાકાથી જીનવાલા સુધીમાં ૪૦ જેટલી લારીઓ પર ચેકીંગ કર્યું હતું. ૨૧૦૦ રૂપિયાનો દંડ ફાટકર્યો હતો.અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર પ્રશાંત પરીખ દ્વારા રાજ્યમાં વરસાદ બાદ ઉભી થઇ રહેલ પાણી જન્ય રોગોની દહેશત વચ્ચે અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં રોગ ચાળો ના ફેલાય તે માટે આજ રોજ પાલિકા સેનીટેશન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને માર્ગદર્શન તેમજ જરૂરી સૂચના આપી સરપ્રાઈકઝ ચેકીંગ હાથ ધર્યું હતું. સેનીટેશન ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, ઇન્ચાર્જ સેનીટેશન ઇન્સ્પકેટર જયેશ પટેલ તેમજ ટીમ સાથે ભરૂચીનાકા જવાહરબાગથી જીનવાલા સ્કૂલ સુધી ખાણીપીણીની વિવિધ લારીઓ તેમજ પાણી પુરીના થેલા પર ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ૧૮ કિલો સડેલા બટાકા, ૨૦ લીટર બિન આરોગ્યપ્રદ પાણી પુરીનું પાણીનો જંતુનાશક દવા છાંટી નાશ કરાયો હતો. તેમજ સફાઈ, બિન આરોગ્યપ્રદ હાનીકાર ખાદ્યપ્રદાર્થ રાખવા માટે ૪૦ જેટલી લારીઓ પૈકી ૭ જેટલી લારીને ૨૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ કેટલીક લારી પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલી પણ ૨ કિલો ઝડપી પાડી હતી. તેમને પણ દંડ ફટકાર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks