પાદરા તાલુકામાં પ ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

વડોદરા, તા.૧૦
છેલ્લા ર૪ કલાક દરમિયાન વડોદરા જિલ્લાના પાદરામાં પ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત એક સાથે પ ઈંચ વરસાદ વરસતા પાદરા તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો. વડોદરામાં ૩ જર્જરિત મકાન પડી જતાં ત્રણ વ્યક્તિઓ દટાઈ ગયા હતા. એક વ્યક્તિને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ખસેડ્યો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. વડોદરા પૂર નિયંત્રણ કક્ષામાંથી મળેલી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધીમાં વડોદરામાં પપ મીમી, પાદરામાં ૧ર૦ મીમી, વાઘોડિયામાં ૬૩ મીમી, સાવલીમાં ૩૬ મીમી, ડેસરમાં ૩૭ મીમી, કરજણમાં ૭ મીમી, ડભોઈમાં ૭ મીમી અને શિનોર તાલુકામાં ર મીમી વરસાદ વરસ્યો હતો. પાદરા તાલુકામાં પ ઈંચ વરસાદ પડતાં નાળા છલકાઈ ગયા હતા. ખેતરો તળાવોમાં ફેરવાઈ ગયા હતા. તાલુકાના તળાવોમાં પણ નવા પાણીનો ઉમેરો થયો હતો. એક સાથે પાદરામાં ૧ર૦ વરસાદ વરસતા પાદરા નગર તેમજ તાલુકાના માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. પાદરા તાલુકાના લોકોએ વરસાદે તાલુકાના રસ્તાઓમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી હોવાના આક્ષેપો કર્યા હતા. ભારે વરસાદને પગલે પાદરા નગર તેમજ આવાસોમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks