પાનોલી કેમિકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો આસપાસના ગામના રહીશોનો ભારે વિરોધ

અંકલેશ્વર,તા.પ
અંકલેશ્વર નજીક પાનોલી ઓદ્યોગિક વસાહતમાં પાનોલી કેમિકલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બનાવવા અંગેની પ્રક્રિયા હાથ ધરાતા ગ્રામજનો તથા આજુબાજુના ગામોના રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
પાનોલી ઓદ્યોગિક વસાહતની આજુબાજુ ખરોડ, ભાદી, સંજાલી તથા બાકરોલ સહિતના ગામોમાં વારંવાર ઔદ્યોગિક વસાહતો દ્વારા પ્રદૂષણ અંગેની ફરિયાદો થાય છે. સાથે લઈને આજુબાજુના રહીશોમાં પ્રદૂષણથી આંખોમાં બળતરા, છાતીમાં જલન, ખાંસી થવી શ્વાસ ફુલવાથી બીમારી, હૃદયરોગ, અસ્થામા વગેરેના મહારોગોથી પીડાય છે. તથા પ્લાસ્ટીક વેસ્ટ ઘટાડવી કાું.ઓને લઈ ચામડીના રોગો ફેલાતા હોય છે. જેને લઈ તા.૪-ર-૧૮ના રોજ ખરોડ મુકામે જમીયતે ઉલમાએ હીંદની આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં આ બાજુબાજુના ગામોના પ્રજાજનો તથા એન.જી.ઓ. ઉપસ્થિત રહીને ઓદ્યોગિક પ્રદૂષણથી થતા નુકસાન અંગે ચિંતા વ્યકત કરી પાનોલી કેમિકલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે જિલ્લા કલેકટર ભરૂચને પણ જાણ કરી હતી.
આ ઉપરાંત ઔદ્યોગિક વસાહતને લઈ બાકરોલ, સંજાલી ગામની જમીનોમાંથી બોરવેલમાં કેમિકલ યુકત પાણી નીકળતું હોવાની રજૂઆત કરાઈ હતી.
જે અંગે જીપીસીબી ગુજરાત રાજય સીપીસીબી ન્યુ દિલ્હી સુધી ગ્રામ પંચાયત સંજાલી તથા ખરોડનાઓએ લેખિત જાણ કરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks