પાલનપુરમાં ચાર વર્ષની બાળકી ગટરમાં ખાબકી : લોકોએ રેસ્કયુ કરી બચાવી

પાલનપુર, તા.૧૩
ભાજપ શાસિત પાલનપુરનગર પાલિકાની ઘોર બેદરકારીના પાપે મહિલામંડળ સામે એક ૪ વર્ષીય બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. પાલિકાનું નઘરોળ તંત્ર ન ફરકતા અંતે સ્થાનિક લોકોએ બાળકીને હેમખેમ બહાર કાઢી હતી. જેને ઇજા થતા સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાઇ હતી. ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ, ધનિયાણા ચોકડી પાસે આરતી સોસાયટીમાં રહેતી કૃષિ રાકેશભાઈ પટેલ નામની ૪ વર્ષીય બાળકી મહિલા મંડળ પાસે બાલમંદિરમાં આવી હતી. જે રિક્ષામાંથી ઉતરતા રસ્તા પર રહેલી ઊંડી ખુલ્લી ગટરમાં ગરકાવ થઇ ગઈ હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. જો કે, પાલિકાનું નઘરોળ તંત્ર ઘટના સ્થળે ન ફરકતા સ્થાનિક લોકોએ જ રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલમા ખસેડાઈ હતી. જો કે, ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ પાલનપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારી સામે ભારે ફિટકારની લાગણી વરસાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks