(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૩૧
આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ અશોક ઠાકોરના અધ્યક્ષ પદે યોજાઈ હતી. આજની આ સાધારણ સભામાં પ્રમુખ નિલમબેન જાની અને ચીફ ઓફિસર પંકજ બારોટ ગેરહજાર રહ્યા હતા. પાલિકાની પ્રથમ એવી સાધારણ સભા છે. જેમાં પ્રમુખ અને ચીફ ઓફિસર બન્ને એકી સાથે સાધારણ સભા ગેરહાજરી જોવા મળી હતી અને આજની સભા ઇન્ચાર્જ પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર હાજરીમાં યોજાઈ હતી. આજની આ સાધારણ સભામાં ગત વર્ષના આવક અને જાવકના ખર્ચના આંકડા સહિત અન્ય એજન્ડાને મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે, ખર્ચમાં બોગસ બિલો બન્યા હોવાના વિપક્ષે શાસક પક્ષ પર આરોપ કર્યો હતો. જેમાં માત્ર પાલનપુર શહેરમાં નવીન રોડ બનાવમાં રસ દાખવી ભ્રષ્ટચાર થયો હોવાની ચર્ચા થઇ છે મહત્ત્વ એ છે કે, પાલનપુર શહેરમાં નવીન રોડમાં વરસાદમાં પડેલ ખાડાના સમારકામમાં પાલિકાના સત્તાધીશોએ ૪૫ લાખનો પ્રજાના પૈસાના ધુમાડો કરી ગેરરીતિ આચરી હોવાનું પાલિકાના વિપક્ષ નેતા અમૃત જોશીએ ભાજપના શાસક પક્ષ પર ગંભીર આરોપ કર્યા હતા.