પાલનપુર રેલ્વે સ્ટેશને મળી આવેલા પ૭ મોબાઇલ ફોન મૂળ માલિકને પરત કરાયા

 

પાલનપુર, તા.૧૮
પાલનપુર રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં મુસાફરોના ચોરી તેમજ ભૂલી ગયેલા ૫૭ મોબાઇલ ફોન પાલનપુર રેલ્વે પોલીસ દ્વારા મુળ માલીકને પરત સોપવામાં આવ્યા હતા.જેના પગલે મોબાઇલ ધારકોએ હાસકારો અનુભવ્યો હતો. પાલનપુર રેલ્વે સ્ટેશનમાં દિવસ દરમીયાન હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે.જેમાં કેટલાક મુસાફરો પોતાના મોબાઇલ ઉપર વાત કરતા કરતા મોબાઇલ પ્લેટફોર્મ પર ભૂલી ટ્રેનમાં બેસી જતા હોય છે.ત્યારે કેટલાક મુસાફરોના મોબાઇલોને ગઠીયાઓ દ્વારા ચોરી કરવામાં આવતા હોય છે.જેના પગલે પાલનપુર રેલ્વે પીએસઆઇ પી.એફ.પઠાણના માર્ગદર્શન હેઠળ મિસિંગ સ્કોડ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં મિસિંગ સ્કોડના સામળભાઇ ચૌધરી સહિતની ટીમે છેલ્લા એક વર્ષમાં જુદા-જુદા બિન વારસી ૫૭ મોબાઇલ ફોન સી.ડી.આર રિપોર્ટના આધારે કબજે લેવામાં આવ્યા હતા. જેથી આ તમામ મોબાઇલ ધારકોના વાલી વારસોની શોધ ખોળ કરી મુળ માલીકને મોબાઇલ ફોન પરત કરવામાં આવતા મોબાઇલ માલીકોના ગુમ થયેલા મોબાઇલ મળી આવતા ખુશી અનુભવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts