પિકેેક્સ માઉન્ટેન મુદ્દે ટ્રમ્પની ઈરાનને અત્યંત ભારે હુમલાની ચેતવણી : હોર્મુઝની ખાડીમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ઇં૧૦૦ને પાર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનીભૂગર્ભ ન્યુક્લિયર સાઈટ પર કડક કાર્યવાહીની ધમકી આપી; મિડટર્મ ઈલેક્શન પછી યુદ્ધ સમાપ્ત થવાનો દાવો કરાયો

 

 

(એજન્સી) તા.૧૦
ડલ્લાસ ખાતે યોજાયેલા રિપબ્લિકન મિડટર્મ સંમેલનને સંબોધતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેની શંકાસ્પદ ભૂગર્ભ પરમાણુ સાઈટ પર પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તો યુનાઈટેડ સ્ટેટ્‌સ ત્યાં ભારે હુમલા કરી શકે છે. ટ્રમ્પે ઈરાનના નતાન્ઝ યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર નજીક આવેલા ‘પિકએક્સ માઉન્ટેન’ (Pickaxe Mountain) નામના કિલ્લેબંધી ધરાવતા સ્થળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “અમે પિકએક્સ ખાતે થોડી પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છીએ. હું ઈરાનને સલાહ આપીશ કે તેઓ ચતુરાઈ ન વાપરે, અન્યથા અમારે તેમના પર ખૂબ જ સખત પ્રહાર કરવા પડશે.” ઉલ્લેખનીય છે કે, આ સ્થળે ઊંડે દાટેલા બે ટનલ સંકુલ છે અને તાજેતરના સેટેલાઈટ ચિત્રોમાં ત્યાં બાંધકામની પ્રવૃત્તિઓ વધેલી જોવા મળી છે. બીજી તરફ, ટ્રમ્પે એવો દાવો પણ કર્યો છે કે ૩ નવેમ્બરે યોજાનારી યુએસ મિડટર્મ ચૂંટણીઓ પછી તુરંત જ ઈરાન સાથેનું આ યુદ્ધ સમાપ્ત થઈ જશે, કારણ કે ઈરાન હવે વધુ સમય ટકી શકે તેમ નથી. તેમણે તેહરાન પર યુએસ ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો અને ઉમેર્યું હતું કે મતદાન બાદ તેલના ભાવમાં પણ ઘટાડો થશે. જોકે, ટ્રમ્પના આ દાવાથી વિપરીત ’ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ અનુસાર, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ખાનગીમાં ટ્રમ્પને ચેતવણી આપી છે કે આ સંઘર્ષ તેમના બાકીના કાર્યકાળ સુધી ખેંચાઈ શકે છે. ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે યુએસ અને ઇઝરાયેલે હુમલા શરૂ કર્યા ત્યારે ટ્રમ્પે યુદ્ધ માત્ર થોડા અઠવાડિયા ચાલવાની ધારણા વ્યક્ત કરી હતી. ઈરાનમાં આ સંઘર્ષને લઈને આંતરિક મતભેદો સામે આવ્યા છે. પૂર્વ ઈરાની પ્રમુખો હસન રુહાની અને મોહમ્મદ ખાતમીએ યુદ્ધનો “સન્માનજનક” અંત લાવવાની અપીલ કરી છે. રુહાનીએ દલીલ કરી હતી કે દેશના નેતાઓએ જનતાના બહુમતી અભિપ્રાયને ધ્યાનમાં રાખીને યુદ્ધ પૂરું કરવું જોઈએ, જેથી દેશનું પુનઃનિર્માણ થઈ શકે અને યુવાનો તેમજ રોકાણકારો માટે નવી આશા જાગે. જોકે, ઈરાનના કટ્ટરપંથી નેતાઓએ રુહાનીના આ સૂચનની સખત ટીકા કરી છે અને કહ્યું છે કે જ્યારે દેશ પર હુમલો થઈ રહ્યો હોય ત્યારે રાષ્ટ્રીય સંરક્ષણને જનતાની મંજૂરી પર છોડી શકાય નહીં. આ યુદ્ધની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પડી રહી છે. હોર્મુઝની અખાતમાં વધી રહેલા તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત પ્રતિ બેરલ ઇં૧૦૦ને પાર થઈને ઇં૧૦૧.૨૧ પહોંચી ગઈ છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ૨ યુએસ જહાજો, ૮ તેલ ટેન્કરો અને અન્ય ૧૦ જહાજો પર હુમલા કર્યા છે. સામે પક્ષે અમેરિકાએ ઈરાનના ૫ તેલ ટેન્કરો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈશ્વિક સ્તરે જહાજોની અવરજવર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા આ જળમાર્ગમાં તણાવના કારણે બુધવારે માત્ર ૭ જહાજો જ પસાર થઈ શક્યા હતા. લશ્કરી ગતિવિધિઓ વચ્ચે, જોર્ડન સ્થિત યુએસના ‘મુવફાક સલ્તી’ એરબેઝ પર ઈરાની હુમલામાં કેટલાક યુએસ સૈન્ય વિમાનોને નુકસાન પહોંચ્યું છે. સીબીએસના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ૮ હ્લ-૧૫ ફાઇટર જેટને નજીવું નુકસાન થયું હતું જેમને સેવા ક્ષમ બનાવી દેવાયા છે, જ્યારે એક છ-૧૦ થંડરબોલ્ટ વિમાનની પાંખ તૂટી ગઈ હતી. આ હુમલામાં કોઈ પણ યુએસ સૈનિકનું મૃત્યુ થયું નથી. આ દરમિયાન ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યા છે કે તેહરાન લાંબા ગાળાના સંઘર્ષ માટે તૈયાર છે અને જો અમેરિકા તેના પર હુમલા ચાલુ રાખશે તો ઈરાન પોતાના પલટવાર વધુ તીવ્ર બનાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks