પીએનબી કૌભાંડ : નીરવ મોદીની ૬ કરોડની રોલ્સ રોયલ, પોર્શ સહિત ૯ મોંઘી કાર જપ્ત

નવી દિલ્હી, તા. ૨૨
પંજાબ નેશનલ બેન્કનો કૌભાંડી નીરવ મોદી પર તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલુ છે. મોદીની કંપનીઓની સાથે ગુરૂવારે ઈડીએ નીરવ અને તેમની કંપનીઓની ૯ મોંઘી આલિશાન કાર જપ્ત કરી છે. આ કારમાં લગભગ ૬ કરોડની રોલ્સ રોયલ ગોસ્ટ પણ સામેલ છે. આ પહેલા મંગળવારે સીબીઆઈએ મુંબઈ સ્થિત અલીબાગમાં ૨૭ એકરમા બનેલું નીરવ મોદીનું ફાર્મહાઉસની પણ તપાસ કરી હતી. ઈડીએ નીરવ મોદીની જે વૈભવી કારોને જપ્ત કરી છે તેમાં એક રોલ્સ રોયસ ગોરટ, બે મર્સિડીઝ, ૩૫૦ સીડીઆઈએસ, એક પોશ પનારોમા, ૩ હોન્ડા કાર એક ટોયેટો ફોર્ચુનર અને એક ટોયેટો ઈનોવા સામેલ છે. રોલ્ય રોયસ કારની કિંમત ૬ કરોડ કહેવામાં આવે છે. તે ઉપરાંત ઈડીએ નીરવ મોદીના ૭.૮૦ કરોડની કિંમતના મ્યુચ્યુઅલ ફંડ અને શેર પણ જપ્ત કર્યાં હતા. સીબીઆઈએ મુખ્ય આરોપી નીરવ મોદીની ફાઈવ સ્ટાર ડાયમંડ કંપનીના સીએફઓ વિપુલ અંબાણીની મંગળવારે ધરપકડ કરી હતી. સીબીઆઈએ પાંચ સીનિયર અધિકારીઓ, ફાયર ઈન્ટરનેશનલ પ્રમુખ,વિપુલ અંબાણી તથા નક્ષત્ર ગ્રુપ ચીફ નાણાકીય અધિકારી કપિલ ખંડલવાલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતા. સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કના ૧૧,૪૦૦ કરોડ કૌભાંડની તપાસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની ફાયર સ્ટાર ડાયમંડ કંપનીના સીએફઓ અને ધીરૂભાઈની ભત્રીજી કવિતાની ધરપકડ કરી હતી. બેન્કીંગ સેક્ટરના સૌથી મોટા કૌભાંડના આરોપી નીરવ મોદીની કંપનીઓ પર આવકવેરા વિભાગ ગત વર્ષના જાન્યુઆરીમાં દરોડા પાડ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જાન્યુઆરી ૨૦૧૭ ના દરોડા નવેમ્બર ૨૦૧૬ ની નોટબંધીની જાહેરાત બાદ જુની નોટોમાં પૈસા લેનાર ઝવેરીઓની ઓળખ માટે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી મોટી કવાયતનો એક હિસ્સો હતા. ગત અઠવાડિયે આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં નીરવ મોદી, તેના પરિવારની ૨૯ સંપત્તિઓ અને ૧૦૫ બેન્ક ખાતાઓ સીલ કરવામાં આવ્યાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts