પીએમ મોદીની બેંગલુરૂ રેલી સ્થળ નજીક ડિગ્રીનો ખાસ ગણવેશ પહેરીને વિદ્યાર્થીઓએ પકોડા વેચ્યા

(એજન્સી) બેંગ્લોર, તા. ૫
રોજગારી સર્જન પર વડાપ્રધાન મોદીની પકોડા વેચવાની સલાહ પર કટાક્ષરૂપે મોદીની બેંગલુરૂ રેલી પહેલા ડિગ્રી ઝબ્બામાં સજ્જ કોલેજ વિદ્યાર્થીઓએ રેલી સ્થળ નજીક પકોડો વેચતો સ્ટોલ શરૂ કરીને દેખાવ કર્યો. જોકે મોગીના આગમન પહેલા પોલીસે તેમને ત્યાંથી ખસેડી નાખ્યાં હતા. વિદ્યાર્થીઓ મોદીના સભાસ્થળ પેલેસ ગ્રાઉન્ડ નજીકથી મોટા અંતરે એકત્ર થયાં હતા. વિદ્યાર્થીઓએ પકોડાને અમિત શાહ પકોડા, યેદિરપ્પા પકોડા એવા નામો આપ્યાં હતા. જોકે પોલીસને જાણ થતાં તેમણે વિદ્યાર્થીઓને ત્યાંથી ખસેડીને અટકાયતમાં લીધા હતા. વિદ્યાર્થીઓએ પકોડાને અમિત શાહ પકોડા, નમો પકોડા એવા નામો આપ્યાં હતા. ઉલ્લેખનીય છે કે મોદીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દેશમાં અપર્યાપ્ત રોજગારી વિશે પૂછવામાં આવતાં એવું કહ્યું હતું કે આ ચેનલના સ્ટુડિયોની બહાર પકોડો વેચીને એક દિવસના ૨૦૦ કમાઈ લેતા લોકોને રોજગારી મળી છે તેવું વિચારવું જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks