(એજન્સી) દાવોસ, તા. ૨૨
વડાપ્રધાન મોદીની દાવોસની મુલાકાત બરાબર એકવીસ વર્ષ બાદ આવી છે ૧૯૯૭ માં તત્કાલિન વડાપ્રધાન દેવગોડાએ આ સમિટમાં હાજરી આપી હતી. પરંતુ ભારત માટે આ સમિટ આર્શીવાદ નીવડે તો નવાઈ નહીં.મોદી અને ભારતની તરફેણમાં આ પાંચ બાબતો કારગર નીવડી શકે છે.
૧. સ્થિર સરકારનો વારસો- છેલ્લા દાયકાનો ઈતિહાસ ચકાસીએ તો લાગશે કે ભારતના જે કોઈ પણ વડાપ્રધાનને દાવોસની મુલાકાત લીધી છે તો અહિં દેશમાં સ્થિર સરકાર બની છે. ૧૯૯૮ માં વાજયેપીની માંડીને યુપીએ સુધી.
૨. ધીમી ગતિનો વિકાસનો દર- છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનો સકલ ઘરેલ ઉત્પાદ ૬.૫ ટકાથી ૮ ટકાની વચ્ચે રહ્યો છે. જીડીપી વિકાસ દર ૭.૫ ટકા હતો.
૩. આર્થિક સુધારાનું પ્રદર્શન- ૧૯૯૨ ની સાલમાં જ્યારે તત્કાલિન વડાપ્રધાન નરસિંહા રાવે દાવોસની મુલાકાત લીધી ત્યારે ભારતે આર્થિક ઉદારીકરમનો દોર જોયો હતો. રાવને વાવેલા આર્થિક વિકાસનું બીજ હજુ સુધી દેશે લીધું નથી. પરંતુ આર્થિક વિકાસ દેખાઈ રહ્યો છે.
૪. ચીનમાં મંદી- ભારતના વિકાસ દર ચીનની પાછળ ચાલી રહ્યો છે. વલ્ડ બેન્કના એક રિપોર્ટ અનુસાર, ૨૦૧૮ ની સાલમાં ભારતનો ૭.૩ ટકાના વિકાસ દરે વિકાસ થશે. ૨૦૧૯ માં ૭.૫ ટકા તથા ૨૦૨૦ સુધીમાં ૬.૨ ટકા વિકાસ દર હશે.
૫. અમેરિકા, યુરોપ આર્થિક મંદીમાંથી બહાર- અમેરિકા અને યુરોપી આર્થિક મંદિમાંથી બહાર આવી રહ્યાં છે. ૨૦૧૭ ના બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૩.૧ ટકા હતો.