(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
એક પીઢ જનરલ અને પૂર્વ એએમયુના વીસીએ વડાપ્રધાન મોદીને રોષ ભર્યો પત્ર લખી તેમની પીડા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનને લખેલા પત્રમાં ઈરુદ્દીન શાહે જણાવ્યું છે કે ર૦૦રમાં ગુજરાતમાં અશાંતિ સમયે તેઓની આગેવાની હેઠળના સૈન્ય દળે શાંતિ સ્થાપવામાં મોટાપાયે પ્રયાસ કર્યો હતો. એએમયુના વીસી તરીકે પણ વડાપ્રધાનને ઘણી વાર મળ્યો હતો. મેં બે વાર મારી પીડા તમારી સામે વ્યક્ત કરી છે. જે રીતે તમારા મંત્રીએ મારી સાથે વર્તન કર્યું, તે જોતાં એવું લાગે છે કે તેમણે એક સૈનિક અને યુનિવર્સિટીના વડા તરીકે મારી સાથે સભ્યતા અને સન્માનથી વર્તવું જોઈએ. મેં યુનિવર્સિટીના ૧ર૦ કરોડના ફંડનો ઘોટાળો કર્યો છે તેવા મારા વિરોધીઓએ ગંદો પ્રચાર કર્યો હતો. જેને મીડિયાએ ઉછાળ્યો હતો. પરંતુ હું તમને મળ્યો ત્યારે તેમને જઈને કહો કે વડાપ્રધાન તમને ૧પ વર્ષથી ઓળખે છે. કહેવાતા ગૌરક્ષકો દ્વારા નબળા લોકો પર અત્યાચારો અંગે પણ પીડા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ઝાટકણી કાઢી હતી.
હું એક પુસ્તક લખી રહ્યો છું. સરકારી મુસલમાન જેનું મથાળું છે. જે ટૂંકમાં રજૂ થશે. જેમાં હું ઉલ્લેખ કરીશ કે શા માટે મારો પરિવાર ભારતમાં રહ્યો. ભાગલા મારા પરિવાર માટે ટ્રોમા હતો. જેઓ મુસ્લિમ લીગને વફાદાર હતા તે પાકિસ્તાન ચાલ્યા ગયા. મારા પરિવારને વિરાટ હૃદયવાળા સમાજમાં વિશ્વાસ હતો તેથી અમે અહિંયા જ રહ્યા. અમારો વિશ્વાસ હજુ ડગ્યો નથી. સરધાનામાં હજુ રમખાણો થતા નથી. જે મારા દાદાની પકડને આભારી છે. તેમણે રમખાણો કરનાર કોઈપણ કોમને ચેતવણી આપી હતી. ભાગલા વખતના ભયાનક, દર્દનાક દૃશ્યો અને ઘટનાઓ સાંભળી હતી છતાં તેની હું કદી વાત કરતો ન હતો. પછી મેં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં મારૂં ભવ્ય સ્વાગત થયું. સારી રીતે મારી સાથે વર્તાવ થયો અને હકારાત્મક અનુભવ રહ્યો. રપ૦ કેડેટમાં માત્ર હું એક જ મુસ્લિમ હતો. મારી પત્ની કે હું બાળકોને કદી ભાગલાની ભયાનકતાની વાત કરતા નથી. જે ભૂલાયેલ બંધ થઈ ગયેલું પ્રકરણ છે. તેથી યુવાનોમાં માળાપ ધિક્કાર અને નફરતના બીજ ન રોપે. જેનાથી દેશમાં ખતરનાક કોમી વાવડ ફેલાય છે. જે દેશને હચમચાવે છે. ત્રણ પેઢી સુધી તેની અસર રહે છે. જે દેશના સામાજિક માળખાને અસર કરે છે.